Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > IAFના 88માં સ્થાપના દિને રફાલે ગૌરવભરી ઉડાન ભરી

IAFના 88માં સ્થાપના દિને રફાલે ગૌરવભરી ઉડાન ભરી

08 October, 2020 07:29 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

IAFના 88માં સ્થાપના દિને રફાલે ગૌરવભરી ઉડાન ભરી

તસવીર સૌજન્યઃ ઈન્ડિયન એર ફોર્સનું ટ્વીટર અકાઉન્ટ

તસવીર સૌજન્યઃ ઈન્ડિયન એર ફોર્સનું ટ્વીટર અકાઉન્ટ


આજે ઈન્ડિયન એર ફોર્સ (IAF)નો 88મો સ્થાપના દિન છે. આઈએએફની સ્થાપના 8 ઑક્ટોબર, 1932ના રોજ થઈ હતી. દિલ્હી પાસેના ગાઝિયાબાદમાં આવેલા હિંડન એર બેઝ પર આજે ઈન્ડિયન એર ફોર્સ ડે નિમિત્તે ભવ્ય એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું.



એરફોર્સમાં હાલમાં જ સામેલ કરવામાં આવેલાં રફાલ ફાઈટર જેટ્સ આ એર શોનું આકર્ષણ હતાં. આ શોમાં રફાલ ઉપરાંત ભારતીય એરફોર્સના અન્ય ફાઈટર જેટ્સ અને હેલિકૉપ્ટર્સ પણ હવાઈ કરતબો પ્રદશિત કરી હતી.


આયોજનમાં કુલ 56 એરક્રાફ્ટે ભાગ લીધો. પીએમ મોદીએ પણ આ અવસરે વાયુસેનાને શુભેચ્છા પાઠવી. હિંડન એરબેસ પર જશ્ન મનાવવામાં આવી રહ્યો છે.


તેમણે ટ્વીટ કરીને કહ્યું કે એરફોર્સ ડે પર ભારતીય વાયુસેનાના તમામ વીર યોદ્ધાઓને ખુબ ખુબ શુભેચ્છાઓ. તમે આકાશને તો સુરક્ષિત રાખો જ છો પરંતુ આફત સમયે પણ માનવતાની સેવામાં અગ્રણી ભૂમિકા ભજવો છો. માં ભારતીની રક્ષા માટે તમારા સાહસ , શૌર્ય અને સમર્પણ દરેકને પ્રેરિત કરનારા છે.

airforce

રાફેલ ફાઈટર વિમાને દુશ્મનોને પોતાની ગર્જનાથી ચેતવણી આપી દીધી છે. એરફોર્સ ડેના અવસરે ગાઝિયાબાદના આકાશમાં રાફેલે પોતાનો દમ દેખાડ્યો. રાફેલની સાથે થ્રી ફોર્મેશનમાં જગુઆર પણ સાથે હતા. જેમણે આકાશમાં ઉડાણ ભરી. રાફેલ બાદ સ્વદેશી તેજસે આકાશ ગજાવ્યું.

વાયુસેના દિવસના અવસરે ચિનૂક હેલિકોપ્ટર , અપાચે હેલિકોપ્ટર , ગ્લોબમાસ્ટર , સુખોઈ સહિત અને ફાઈટર વિમાનોએ પણ દમ દેખાડ્યો.

rafale

હિંડન એરબેસ પર આ અવસરે ખાસ પરેડ આયોજિત થઈ. સેનાની ત્રણેય ટુકડીઓના પ્રમુખ ઉપરાંત અનેક વરિષ્ઠ અધિકારીઓ પણ આ પરેડ દરમિયાન હાજર રહ્યા. CDS બિપિન રાવત પણ હાજર છે. વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયાએ સૌથી પહેલા ગાર્ડ ઓફ ઓનરનું અભિવાદન કર્યું. ગ્રુપ કેપ્ટન સાગરના નેતૃત્વમાં પરેડની શરૂઆત થઈ હતી.

વાયુસેનાના પ્રમુખે આ અવસરે અનેક વાયુવીરોનું સન્માન કર્યું. જેમાં એ જવાનો પણ સામેલ છે જેમણે બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

08 October, 2020 07:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK