રૂ. ૩૦૦ કરોડથી વધારે સંપત્તિ ધરાવતા ભારતમાં ૧૮૦૦ લોકો

Published: 16th October, 2014 03:38 IST

જેમની પાસે ૫૦ મિલ્યન ડૉલર (આશરે ૩૦૦ કરોડ રૂપિયા)થી વધારે સંપત્તિ હોય એવા અલ્ટ્રા હાઈ નેટ વર્થવાળા લોકોની સંખ્યા વિશ્વમાં ૧,૨૮,૨૦૦ની છે અને આ પૈકી ૪૯ ટકા એટલે કે ૬૨,૮૦૦ લોકો સાથે અમેરિકા પહેલા ક્રમાંકે, ૭૬૦૦ લોકો સાથે ચીન બીજા ક્રમાંકે અને ૫૫૦૦ લોકો સાથે જર્મની ત્રીજા ક્રમાંકે છે. આ લિસ્ટમાં ભારત ૧૮૦૦ લોકો સાથે ૧૧મા ક્રમાંકે છે.


ભારતમાં ૩૦૦ કરોડ રૂપિયાથી વધારે સંપત્તિ હોય એવા જે ૧૮૦૦ લોકો છે એમાંથી ૧૦૦૦ લોકોની પાસે ૩૦૦ કરોડ જેટલી સંપત્તિ છે જ્યારે ૬૫૦ લોકો પાસે આશરે ૬૦૦ કરોડ રૂપિયાથી વધારે સંપત્તિ છે.

અમેરિકામાં ૬૨,૮૦૦ પૈકી ૪૫,૨૦૦ લોકો પાસે ૧૦૦ મિલ્યન ડૉલર (આશરે ૬૦૦ કરોડ)થી વધારે અને ૪૩૦૦ લોકો પાસે ૫૦૦ મિલ્યન ડૉલર (આશરે ૩૦૦૦ કરોડ રૂપિયા)થી વધારેની સંપત્તિ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK