Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ: આઇસીએસઈનાં ગુજરાતી તારલા

મુંબઈ: આઇસીએસઈનાં ગુજરાતી તારલા

08 May, 2019 12:34 PM IST | મુંબઈ

મુંબઈ: આઇસીએસઈનાં ગુજરાતી તારલા

સાહિલ, સાક્ષી અને ઋષભ

સાહિલ, સાક્ષી અને ઋષભ


પેડર રોડ રહેતા સાહિલે હસતાં-રમતાં મેળવ્યા ૯૬ ટકા

પેડર રોડમાં રહેતા અને બૉમ્બે સ્કૉટિશ સ્કૂલમાં ભણતા સાહિલ ભાવેશ મહેતાને આઇસીએસઈ બોર્ડની દસમા ધોરણની પરીક્ષામાં ૯૬ ટકા આવ્યા છે. સાહિલ માટે ભણવું રમતવાત હતી. સાહિલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં ક્યારેય ભણવાનું હોય ત્યારે માથા પર ભાર નહોતો લીધો. આખા દિવસ દરમ્યાન હું ચારેક કલાક માંડ ભણતો હતો. રમવા પણ જતો હતો, જેને કારણે થોડું માઇન્ડ ફ્રેશ થઈ જાય.’ ૯૬ ટકા મેળવનાર સાહિલને ૯૪ ટકા માર્ક મળે એવી આશા હતી, પણ પોતાની ધારણા કરતાં તેને બે ટકા વધુ મળ્યા એનો તેને આનંદ છે.



સાહિલને કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કરવું છે. એ ઉપરાંત તેને રીડિંગનો પણ ઘણો શોખ છે. ડિબેટ કરવામાં હંમેશાં તત્પર રહેતો સાહિલ હંમેશાં પબ્લિક સ્પીકિંગમાં આગળપડતો ભાગ ભજવતો હોય છે. એ માટે તેના પપ્પા ભાવેશભાઈએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સાહિલને પહેલેથી જ ડિબેટમાં ઊતરવાનું ગમતું હતું. તેણે એમયુએન (મૂન) સ્પર્ધામાં પણ ભાગ લીધો છે. મૂન એટલે યુનોનું પહેલું પગથિયું. સાહિલે સ્કૂલ તરફથી ઇન્ટર સ્કૂલ, ઇન્ટર સ્ટેટમાં પણ ભાગ લીધો છે.’


હાજીઅલીમાં રહેતી સાક્ષી મહેતાને આવ્યા ૯૬ ટકા

હાજીઅલીમાં રહેતી નૃત્યમાં પારંગત સાક્ષી મહેતાએ આઇસીએસઈ બોર્ડની દસમા ધોરણની પરીક્ષામાં ૯૬ ટકા માર્ક મેળવીને તેના પરિવારનું નામ રોશન કર્યું છે. સાક્ષીએ દક્ષિણ મુંબઈની જે. બી. પેટિટ સ્કૂલમાં ભણતર કર્યું છે. દસમા ધોરણની પરીક્ષા હોવાથી એનું મહત્વ ઘણું હોય છે. એ સંદર્ભે સાક્ષીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વર્ષની શરૂઆતથી જ પ્રિપરેશન કર્યું હતું. દરેક વિષય ભણ્યા બાદ એને રિવાઇઝ કરતી હતી.’


મમ્મી પાયલ અને પપ્પા સુજને સાક્ષીને ખૂબ સર્પોટ કર્યો હતો. એ વિણ્શે સાક્ષીએ કહ્યું હતું કે ‘મારાં મમ્મી-પપ્પા હંમેશાં સાથે જ રહ્યાં હતાં. મને ભણવામાં પૂરેપૂરો ટેકો આપ્યો અને તેમણે પોતાના મનોરંજનને પણ એ માટે જતું કર્યું હતું. ખરેખર ગ્રેટ છે મારાં મમ્મી-પપ્પા. મારા શિક્ષકોને પણ હું એટલી જ ક્રેડિટ આપીશ.’ સાક્ષીએ કૉમર્સ લાઇન લેવાનું પસંદ કર્યું છે. ભણ્યા બાદ સાક્ષીને બિઝનેસ કરવાની ઇચ્છા છે.

નવી-નવી ટેક્નૉલૉજી ડિસ્કવર કરવાનો શોખ ધરાવતા ગોરેગામના વિનીતને મળ્યા ૯૫ ટકા

ગોરેગામના જવાહરનગરની ગજાનન કૉલોનીમાં રહેતા અને જવાહરનગરની જીઈએસ ઇંગ્લિશ માધ્યમ સ્કૂલમાં ભણતા વિનીત પ્રેમાંશુ વોરાને આઇસીએસઈ બોર્ડની દસમા ધોરણની પરીક્ષામાં ૯૫ ટકા આવ્યા છે. વિનીતને નવી-નવી ટેક્નૉલૉજી ડિસ્કવર કરવાનો ઘણો શોખ છે. તે હંમેશાં મોબાઇલમાં નવાં-નવાં ફીચર જોતો હોય છું.

દસમા ધોરણમાં ૯૫ ટકા માર્ક મેળવવા માટે કેટલી મહેનત કરવી પડી એ વિશે વિનીતે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘રેગ્લુલર સ્ટડી કરતો હતો. ક્યારેક ભણવામાં વધુપડતો સ્ટ્રેસ થઈ જાય ત્યારે રમવા જતો હતો તો ક્યારેક સૉન્ગ સાંભળતો હતો. પરીક્ષાનું ટેન્શન રહેતું હતું, પણ મહેનત કરી એટલે સારા માર્ક આવ્યા.’

વિનીતને ભણવામાં તેનાં મમ્મી-પપ્પા, સગાંવહાલાં અને મિત્રોએ ઘણો સર્પોટ કર્યો હતો. વિનીતને ક્રિકેટ રમવાનું અને જોવાનું ગમે છે. ગીતો સાંભળવાનો અને મુવી જોવાનો પણ શોખ ધરાવે છે વિનીત. આગળ શું ભણવાનો ઇરાદો છે એ વિશે વિનીતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બારમા ધોરણ સુધી કૉમર્સમાં ઍડ્મિશન લઈશ અને પછી સી.એ., સી.એસ.એફ.એ. કે પછી બિઝનેસ મૅનેજમેન્ટનો ર્કોસ કરવાની ઇચ્છા છે.’

સફળતાનું શ્રેય મમ્મીને આપે છે ઋષભ ઝવેરી

ઘાટકોપરમાં રહેતા ઋષભ ઝવેરીને આઇસીએસઈ બોર્ડની પરીક્ષામાં ૯૬ ટકા આવ્યા છે. ઋષભ ઘાટકોપર-ઈસ્ટની ગારોડિયાનગર સ્કૂલમાં ભણતો હતો અને દસમા ધોરણની પરીક્ષા તેણે કોઈ પણ પ્રકારના ટેન્શન વગર આપી છે. આટલા સારા માર્ક આવ્યા એ માટે ઋષભ હન્ડ્રેડ પર્સન્ટ યશ તેની મમ્મી મીરાને આપે છે. ઋષભે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું જ્યારે પણ પરીક્ષાને કારણે ટેન્શન લેતો કે પછી નિરાશ થઈ જતો ત્યારે મને મારી મમ્મી સમજાવતી કે આ કાંઈ તારા જીવનની ફાઇનલ એક્ઝામ છે એવું સમજીને નિરાશ નહીં થવાનું. મારી નાની બહેન કશિશ અને મારા ગ્રૅન્ડ પેરન્ટ્સ પણ મને એક્ઝામનું કોઈ પણ જાતનું ટેન્શન ન લેવાનું કહેતા અને સારા માર્ક આવે એ માટે પાનો ચડાવતા હતા.’

પરિવારના મોટા ભાગના સભ્યો ડૉક્ટર એટલે કે પપ્પા કેરુલ ડેન્ટિસ્ટ, મમ્મી હોમિયોપેથ અને નાના પેથોલૉજિસ્ટ હોવા છતાં ઋષભે એન્જિનિયરિંગની લાઇન પર પસંદગી ઉતારી છે. ઋષભ કહે છે, ‘કયું એન્જિનિયરિંગ કરવું છે એનું ડિસાઇડ નથી કર્યું, પણ કમ્પ્યુટર, આઇટી કે પછી ઑટોમોબાઇલમાંથી એન્જિનિયરિંગ કરવું છે.’

એસએસસીની પરીક્ષા હોવા છતાં તેને એકદમ લાઇટલી લેનાર ઋષભ કહે છે, ‘આખો દિવસ ભણવાનું નહોતું ગમતું. જ્યારે પણ એમ લાગતું કે સ્ટ્રેસ વધી ગયું છે તો હું બાસ્કેટબૉલ કે ક્રિકેટ રમવા ચાલ્યો જતો કાં પછી ચોપડી બંધ કરીને શાંતિથી બેસી જતો. વધુ સારી રીતે ભણી શકાય અને રિફ્રેશ થઈ જવાય એ માટે હું આવું કરતો હતો.’

ઋષભને ભલે ૯૬ ટકા આવ્યા પણ એનાથી તે ખુશ નથી. તે કહે છે, ‘મેં ૯૭.૫ ટકા ધાર્યા હતા અને મને ચારેક વિષયમાં ઓછા માર્ક આવ્યા હોવા જોઈએ એનો ડાઉટ હોવાથી મેં એ પેપરને રીવૅલ્યુએશનમાં આપ્યાં છે.’

આ પણ વાંચો : ગુજરાતીઓની શાન છે આઇસીએસઈનાં ટૉપર્સ

ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશનલ સ્કૂલ આઇસીએસઈ બોર્ડની પરીક્ષામાં ઝળકી

મુંબઈ: ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશનલ સ્કૂલના આઇસીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓમાં કુલ ૨૪ વિદ્યાર્થીઓ ૯૫ ટકાથી વધુ માર્ક સાથે પરીક્ષામાં ઉત્ર્તીણ થયા હતા. કુલ ૩૨ વિદ્યાર્થીઓએ આઇસીએસઈની પરીક્ષા આપી હતી. આ તમામ વિદ્યાર્થીઓના ૮૩ ટકાથી વધુ માર્ક આવ્યા હતા. ૨૮ વિદ્યાર્થીઓને ૯૦ ટકા માર્ક આવ્યા હતા. ૯૮.૬ ટકા માર્ક સાથે રાઘવ અગ્રવાલ સ્કૂલનો ટૉપર રહ્યો હતો, જ્યારે બીજા ક્રમે ૯૮.૪ ટકા સાથે અજુર્ન પવાર અને સિદ્ધાંત મુખરજી રહ્યા હતા. સ્કૂલનું ઍવરેજ પરિણામ ૯૫.૨૪ ટકા આવ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

08 May, 2019 12:34 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK