પૂર્વ યુરોપના દેશ હંગેરીના રાજકારણી અને યુરોપિયન પાર્લામેન્ટના મેમ્બર જોસેફ જાઝેર બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં સેક્સ પાર્ટી કરતાં પકડાયા હતા. પોલીસે કોરોના ગાઇડ લાઇન્સના ઉલ્લંઘન બદલ પાડેલા દરોડામાં જોસેફ જાઝેરની ધરપકડ કરવામાં આવી હતી. એ ઘટના પછી જોસેફે યુરોપિયન પાર્લામેન્ટમાંથી ‘અંગત કારણો’ દર્શાવતાં રાજીનામું આપ્યું હતું.
૫૯ વર્ષના જોસેફ વડા પ્રધાન વિક્ટર ઓર્બેનના જમણેરી પક્ષ ફિડેઝના સ્થાપક સભ્યોમાંથી એક છે. બ્રસેલ્સના સિટી સેન્ટરમાં ચાલતી સેક્સ પાર્ટીમાં પોલીસે દરોડો પાડ્યો ત્યારે જોસેફ પહેલા માળની બારીમાંથી નીચે કૂદતાં જખમી થયા હતા. એ દરોડામાં પોલીસે તેમાં યુરોપિયન રાજદ્વારી અધિકારીઓ સહિત વીસેક જણની ધરપકડ કરી હતી.
પાકિસ્તાને કોરોના વિરોધી રશિયન વૅક્સિન સ્પુતનિકને આપી મંજૂરી
25th January, 2021 11:33 ISTપુતિનના વિરોધી ઍલેક્સી નવેલ્નીની ધરપકડ બાદ ભડકી ઊઠી જનતા
25th January, 2021 11:26 ISTઆ મસ્તીખોર બિલ્લીઓ ગમે એવો ખરાબ મૂડ મજાનો કરી દેશે
25th January, 2021 08:58 ISTસેનેટર બર્ની સૅન્ડર્સનો ફોટો જર્સીમાં છાપીને ચૅરિટી માટે ભંડોળ ઊભું કરી રહ્યા છે
25th January, 2021 08:53 IST