Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દીકરીને ઊંઘ ગોળી આપીને સુવડાવી દેતી માતા, પ્રેમી આવીને કરતો હતો રૅપ

દીકરીને ઊંઘ ગોળી આપીને સુવડાવી દેતી માતા, પ્રેમી આવીને કરતો હતો રૅપ

04 May, 2020 05:11 PM IST | Punjab
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દીકરીને ઊંઘ ગોળી આપીને સુવડાવી દેતી માતા, પ્રેમી આવીને કરતો હતો રૅપ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દેશભરમાં કોરોના વાઈરસના આતંક વચ્ચે સરકારે લૉકડાઉનની જાહેરાત કરી છે, પણ રૅપ કેસના અજીબ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એક કેસ સામે આવ્યો છે પંજાબથી, જે તમે સાંભળીને હેરાન થઈ જશો. એક માતા પર પોતાની દીકરીનો રૅપ કરવાનો આરોપ લાગ્યો છે. 14 વર્ષની દીકરીને એની માતા ઊંઘની ગોળી આપતી હતી અને પછી પોતાના પ્રેમીને ઘરે બોલાવીને રૅપ કરાવતી હતી. આવું લગભગ એક વર્ષ સુધી ચાલતું રહ્યું. બાદ દીકરીએ પોતાની માતા અને એમના પ્રેમી વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં કૅસ નોંધાવ્યો.

જણાવી દઈએ કે આ પૂર્ણ મામલો પંજાબના હોશિયારપુરનો છે. જ્યાં 14 વર્ષની દીકરીએ પોતાની માતા અને એમના પ્રેમી અમરજીત સિંહ વિરૂદ્ધ કૅસ નોંધાવ્યો છે અને તેણે કહ્યું માતા એને ઊંઘની ગોળી આપીને સુવડાવી દેતી હતી. બાદ એનો પ્રેમી આવીને એની સાથે બળાત્કાર કરતો હતો. દીકરીનો એવો પણ આરોપ છે કે જ્યારે એના પિતા કામથી બહાર જતા હતા ત્યારે માતાનો બૉયફ્રેન્ડ અમરજીત ઘરે આવી જતો હતો. ઘણી વાર માતા અમરજીતને મળવા બહાર પણ જતી હતી. એક-બે વાર તો માતા દીકરીને પણ પોતાની સાથે લઈ જતી હતી, ત્યારે એમનો પ્રેમી મારી સાથે અશ્લીલ હરકત પણ કરતો હતો. જ્યારે બધા પર વિરોધ જતાવ્યો તો, માતાએ મને ધમકી આપી અને ચૂપ કરાવી દીધી. આ બધુ એક વર્ષ સુધી ચાલતુ રહ્યું.



દીકરીએ કહ્યું એકવાર માતાએ મને રાત્રે ઊંઘની ગોળી ખવડાવવાની શરૂ કરી દીધી અને અમરજીત પાસે બળાત્કાર કરાવ્યો. જ્યારે મને શારીરિક સમસ્યા આવી તો માતાએ ફરી ડરાવીને અને ધમકી આપીને ચૂપ કરાવી દીધી હતી. અમરજીત એક વર્ષ સુધી મારા પર રૅપ કરતો રહ્યો. એક દિવસ રાત્રે દીકરી જમી નહીં અને પિતાને બધી હકીકત જણાવી, ત્યારે પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે માતા અને પ્રેમી અમરજીત સિંહની ધરપકડ કરીને બન્નેને જેલ ભેગા કરી દીધા.


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2020 05:11 PM IST | Punjab | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK