Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > HIV પૉઝિટિવ અંકલનો અત્યાચાર

HIV પૉઝિટિવ અંકલનો અત્યાચાર

13 November, 2014 05:38 AM IST |

HIV પૉઝિટિવ અંકલનો અત્યાચાર

HIV પૉઝિટિવ અંકલનો અત્યાચાર



અંધેરી (વેસ્ટ)માં આઠ વર્ષની છોકરી તેના કુટુંબના એક રૂમમાં રહેતા દૂરના અંકલ પાસે ભાડું લેવા ગઈ ત્યારે ૪૫ વર્ષના અંકલે તેના પર સેક્સ્યુઅલ અસૉલ્ટ કર્યો ત્યારે તે છોકરીએ બૂમાબૂમ કરતાં અંકલે બાળકીને બચકું પણ ભર્યું હતું. તે અંકલ HIV પૉઝિટિવ હોવાને કારણે કુટુંબીજનોની ચિંતા વધી ગઈ છે.  બીજી નવેમ્બરે બનેલી ઘટના વિશે કુટુંબે તરત D N નગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને છોકરીને કૂપર હૉસ્પિટલમાં લઈ જવામાં આવતાં તેને ઍન્ટિ-રેટ્રોવાઇરલ ડોઝ આપવામાં આવ્યો હતો. આરોપીની પત્ની HIV અને TBની બીમારીથી મૃત્યુ પામી હતી. શહેરમાં ફૉરેન્સિક ઓડૉન્ટોલૉજી સ્પેશ્યલિટી માત્ર KEM હૉસ્પિટલમાં હોવાથી આરોપીએ બચકું ભર્યાનાં નિશાન તપાસવા અને પુરાવા મેળવવા માટે બાળકીને ૭ નવેમ્બરે એ હૉસ્પિટલમાં મોકલવામાં આવી હતી. અત્યારે તે બાળકી ડૉક્ટરોની દેખરેખમાં છે અને ત્રણ મહિના માટે તેને ઑબ્ઝર્વે‍શન હેઠળ રાખવામાં આવશે.




Whatsapp-channel Whatsapp-channel

13 November, 2014 05:38 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK