Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > તપી રહ્યું છે ગુજરાત, હજુ ચાર દિવસ આકરી ગરમી કરવી પડશે સહન

તપી રહ્યું છે ગુજરાત, હજુ ચાર દિવસ આકરી ગરમી કરવી પડશે સહન

30 May, 2019 01:32 PM IST | અમદાવાદ

તપી રહ્યું છે ગુજરાત, હજુ ચાર દિવસ આકરી ગરમી કરવી પડશે સહન

 હજુ ચાર દિવસ આકરી ગરમી કરવી પડશે સહન

હજુ ચાર દિવસ આકરી ગરમી કરવી પડશે સહન


ચોમાસા પહેલા ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આગઝરતી ગરમીના કારણે લોકોની તબિયત બગડી રહી હોવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી સાચી પહી રહી છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 44ને પાર પહોંચ્યો છે.

અમદાવાદમાં 500થી વધુની તબિયત લથડી
વધતી જતી ગરમીના કારણે અમદાવાદમાં 500થી વધુ લોકોની તબિયત લથડી છે. ગઈકાલે અસહ્ય ગરમીના કારણે 100 લોકો મુર્છિત થઈ ગયા ગયા. 108ને આવતા ફોનની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. લૂ લાગવાના, ચક્કર આવવાના કેસ પણ સતત વધી રહ્યા છે.

રાજ્યમાં છે ઓરેન્જ અલર્ટ
મે મહિનાના અંતમાં અને જૂન મહિનાની શરૂઆતમાં હજી સૂરજ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાથી આગમી એક સપ્તાહમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનૌ પારો ઉંચો આવી શકે છે. જ્યારે ગુજરાતમાં હજી સુધી વરસાદના કોઇ પણ એંધાણ દેખાઇ રહ્યા નથી.

આ પણ વાંચોઃ આગામી સાત દિવસ છે આકરા, ગરમીનો પારો પહોંચશે 44 ડિગ્રી



દૂર-દૂર સુધી નથી ચોમાસાના એંધાણ
એક તરફ રાજ્યમાં ચોમાસું ક્યારે આવશે તે નક્કી નથી. ખેડૂતો સહિત તમામ લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. તમામના મનમાં એક જ આશા છે કે ઝડપથી વરસાદ આવે તો ગરમીથી રાહત મળે. જો કે આગમી એક અઠવાડિયા સુધી ગરમીથી રાહત મળે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. ચોમાસાના દૂર દૂર સુધી કોઈ એંધાણ નથી દેખાઈ રહ્યા. હજી તો કેરળમાં જ ચોમાસું 6 જૂને બેસે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જેથી આગામી અઠવાડિયું આકરું રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

30 May, 2019 01:32 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK