માણસ જેવી દેખાતી આ માછલી તમે જોઈ છે?
તસવીર સૌજન્ય: ટ્વીટર
દુનિયામાં અનેક વિચિત્ર વસ્તુઓ છે. જેમાંથી કેટલીક માણસોના ધ્યાનમાં આવે છે તો ક્યારેક કેટલીક વસ્તુઓ માણસોના ધ્યાનમાં આવતી જ નથી. સમુદ્રી જીવ લોકોમાં કૌતુહલ જન્માવે છે. કેટલાક સમુદ્રી જીવ તો એવા છે જેને માણસોએ જોયા પણ નથી. તાજેતરમાં આવુ જ કૌતુહલ પેદા કર્યું છે માણસ જેવા હોઠ ધરાવતી માછલીએ.
મલેશિયામાં એક માછલી બહુ લોકપ્રિય થઈ છે. જે બાકી બધી માછલીઓ કરતા અનોખી તરી આવે છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલી આ માછલી માણસ જેવી જ દેખાય છે. સોશ્યલ મીડિયા પર ચર્ચાનું કારણ બનેલી આ માછલીની વિશેષતા છે તેના ફીચર્સ. કારણકે આ માછલીના હોઠ એકદમ માણસ જેવા જ છે. ફક્ત હોઠ જ નહીં પણ માછલીના દાંત પણ મનુષ્ય જેવા જ છે.
ADVERTISEMENT
bibir dia lagi seksi dari aku ? pic.twitter.com/zzq8IPWzvD
— RaffNasir• (@raff_nasir) July 2, 2020
માણસ જેવા હોઠ અને દાંત વાળી આ માછલીને ટ્રાઈગરફિશ નામ આપવામાં આવ્યું છે. જે ખાસ કરીને દક્ષિણ પૂર્વ એશિયાઈ જળ વિસ્તારોમાં જોવા મળે છે. આ માછલીને જોઈ વૈજ્ઞાનિકો પણ હેરાન થઈ ગયા છે કે આખરે આ માછલીના હોઠ એકદમ મનુષ્ય જેવા કઈ રીતે હોય શકે?! તો બીજી બાજુ, સોશ્યલ મીડિયા પર લોકો માછલીની મજાક ઉડાવી રહ્યાં છે.
— ken (@KenkenLegada) July 2, 2020
and that's on bloop bloop pic.twitter.com/UFmL5K324R
— ???? (@passionberryy) July 3, 2020
શું તમને પણ આ માછલીમાં માણસ જેવા ગુણ દેખાયા કે નહીં?!