વિચિત્ર અકસ્માત : એકસાથે પાંચ વાહનો અથડાતાં એકનું મોત

સુરત | Sep 12, 2019, 08:30 IST

હજીરામાં એકસાથે પાંચ વાહનોની ટક્કર બાદ એક વ્યક્તિનું મોત થયું છે.

વિચિત્ર અકસ્માત : એકસાથે પાંચ વાહનો અથડાતાં એકનું મોત
વિચિત્ર અકસ્માત

હજીરામાં એકસાથે પાંચ વાહનોની ટક્કર બાદ એક વ્યક્તિનું મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે હજીરા તરફથી મગદલ્લા તરફ આવતાં સિમેન્ટ ભરેલી ટ્રકે પહેલાં પિકઅપ વૅન છોટાહાથીને અડફેટે લીધી હતી, જેનાથી છોટાહાથી રોડની બીજી બાજુએ આવી ગઈ હતી.

બાદમાં ટ્રકે એક લોડિંગ રિક્ષાને ટક્કર મારી હતી. રિક્ષા બાદ ટ્રકે એક કારને અડફેટે લીધી હતી. ટ્રક આટલેથી અટકી નહોતી અને એણે એક મોપેડચાલકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મોપેડચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો : જામખંભાળિયામાં મેઘરાજાની તોફાની બૅટિંગ, બે કલાકમાં સાડાછ ઇંચ વરસાદ

ટ્રકની ટક્કર બાદ કારમાં સવાર પિતા-પુત્ર ઈજાગ્રસ્ત થયા હતા. બન્નેને ૧૦૮ની મદદથી સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત દરમિયાન પિકઅપ વૅન છોટાહાથી પર ટ્રકમાં ભરેલી સિમેન્ટની થેલીઓ પડી હતી. જોકે એનાથી કોઈને ઈજા પહોંચી નહોતી. આ અકસ્માત મામલે સ્થાનિક લોકોએ જણાવ્યું કે ટ્રકચાલક બેફામ રીતે ટ્રક હંકારી રહ્યો હતો. બાદમાં આ અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે લોકોએ ૧૦૮ને ફોન કરીને કારમાં સવાર ઈજાગ્રસ્ત પિતાપુત્રને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK