Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ફરી વરસાદ માટે તૈયાર રહો, ૧૩-૧૪ નવેમ્બરે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ફરી વરસાદ માટે તૈયાર રહો, ૧૩-૧૪ નવેમ્બરે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

11 November, 2019 09:40 AM IST | Ahmedabad

ફરી વરસાદ માટે તૈયાર રહો, ૧૩-૧૪ નવેમ્બરે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


રાજ્યમાં એક તરફ કમોસમી વરસાદના મારથી ખેડૂતો બેહાલ થયા છે ત્યારે હવામાન વિભાગે ફરી એક વાર આગામી ૧૩-૧૪ નવેમ્બરે વરસાદ વરસવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ બે દિવસ દરમિયાન રાજ્યમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે. એક બાજુ બંગાળ પર બુલબુલ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે બીજી બાજુ રાજ્યમાં ફરી એક વાર વરસાદ વરસે એવી આગાહી કરાઈ છે, જેના લીધે ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે.
રાજ્યના માથેથી તાજેતરમાં જ મહા વાવાઝોડાનું સંકટ ટળ્યું છે અને એના લીધે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો ત્યારે ફરી એક વાર કમોસમી વરસાદ થવાની આગાહી છે. પ્રાથમિક આગાહી મુજબ ૧૩ નવેમ્બરે રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વલસાડ, નવસારી, કચ્છ- મોરબી, રાજકોટ, જામનગરમાં વરસાદ થવાની આગાહી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ૧૪ નવેમ્બરે રાજ્યમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. ૧૪ નવેમ્બરે બનાસકાંઠા, પોરબંદર, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે.


Whatsapp-channel Whatsapp-channel

11 November, 2019 09:40 AM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK