મહાશિવરાત્રિ મેળા માટે 250થી વધુ એસટી બસો દોડાવાશે

Published: 17th February, 2020 12:04 IST | Junagadh

ભજન-ભોજન અને ભક્તિના સંગમસ્થાન સમા ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં ૧૦ લાખથી વધુ લોકો આવવાની સંભાવના છે.

બસ
બસ

ભજન-ભોજન અને ભક્તિના સંગમસ્થાન સમા ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં ૧૦ લાખથી વધુ લોકો આવવાની સંભાવના છે. મેળામાં આવનાર શ્રદ્ધાળુઓના પરિવહન માટે એસટી નિગમ દ્વારા સૌરાષ્ટ્રનાં ધાર્મિક સ્થળો સતાધાર, પરબધામ, સોમનાથ ઉપરાંત મોટાં શહેરો અમદાવાદ, વડોદરા, ભાવનગર, ભુજ, અમરેલી, સાવરકુંડલા સહિતનાં સ્થળોને આવરી લઈ વધારાની ૨૫૦ બસ દોડાવાશે એમ જૂનાગઢ એસટીના વિભાગીય નિયામક ગૌરાંગ શાહે જણાવ્યું હતું. ઉપરાંત જૂનાગઢ શહેર તથા બહારથી આવતા લોકોને ભવનાથ મેળામાં જવા તા.૧૭થી રાઉન્ડ ધ ક્લૉક ૪૦ મિની અકીલા બસ કાર્યરત કરવામાં આવશે.

એસટી ડેપો જૂનાગઢ ખાતે ખાસ હંગામી એકસ્ટ્રા બૂથનું આયોજન કરવામાં આવશે. ઉપરાંત જરૂર જણાયે ટ્રાફિકને પહોંચી વળવા વધારાની ૧૦૦ બસ મુસાફર જનતાની સેવામાં મૂકવામાં આવશે. મહાશિવરાત્રી લોકમેળામાં દર વર્ષે ૧૦ લાખથી વધુ લોકો ભજન-ભોજન અને ભક્તિનું ભાથું બાંધવા મેળામાં આવે છે. પરિવહનની આવન-જાવનની એસટી નિગમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK