Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાત ATS ટીમે માંડવીથી 1 કરોડના બ્રાઉન સુગર સાથે 2 ઇસમોની ધરપકડ કરી

ગુજરાત ATS ટીમે માંડવીથી 1 કરોડના બ્રાઉન સુગર સાથે 2 ઇસમોની ધરપકડ કરી

28 July, 2019 11:40 PM IST | Mandvi

ગુજરાત ATS ટીમે માંડવીથી 1 કરોડના બ્રાઉન સુગર સાથે 2 ઇસમોની ધરપકડ કરી

1 કરોડના બ્રાઉન સુગર સાથે ઝડપાયેલા 2 આરોપીઓ

1 કરોડના બ્રાઉન સુગર સાથે ઝડપાયેલા 2 આરોપીઓ


Mandvi : ગુજરાત ATS ને મોટી સફળતા હાથ લાગી છે. ATS ની ટીમે કચ્છના કેપીટલ ગણાતા ભુજ શહેર પાસે આવેલ માંડવીમાં એક સફળ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ATS ની ટીમે 1 કિલો બ્રાઉન સુગરની હેરાફેરી અટકાવી હતી. આ ઓપરેશનમાં 1 કરોડનો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં ATS એ ડ્રગ્સની હેરાફેરી કરતા 2 આરોપીઓને ધરપકડ કરી લીધી છે. ત્યાર બાદ ATS ટીમે પકડેલા મુદ્દામાલ અને આરોપીઓને ગાંધીનગર ખાતે લઇ ગયા હતા. મળતી માહિતી મુજબ આરોપીઓ ડ્રગ બાઇકની કેરિયર પર રાખીને પસાર થતા હોવાની મળેલી બાતમીના આધારે ATS ટીમે રેડ કરી હતી અને ઓપરેશનને અંજામ આપ્યો હતો.

ગુજરાત એટીએસની ટીમે સામેજા નાદીર હુસૈન ઉર્ફ રાજા અબ્દુલ સત્તાર અને ઉમદ વાધેર નામના શખ્સને ઝડપી પાડ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે, પકડાયેલ આ બ્રાઉનસુગરની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 1 કરોડ જેટલી છે. ઉલ્લેખનીય છે કે, ડ્રગ માફિયાઓ ગુજરાતને સોફ્ટ ટાર્ગેટ માની અવાર નવાર દરિયાકિનારેથી પણ ડ્રગ્સની હેરાફેરી કરતા પકડાયેલ છે.

આ પણ જુઓ : PM મોદીના આ ફોટોઝ જોઈને તમને પણ ફરવા જવાની થશે ઈચ્છા

મળતી માહિતી પ્રમાણે આ બ્રાઉન સુગર ક્યાંથી આવ્યું હતું અને કોને આપવાનું હતું આ અંગે સમગ્ર બાતમી ગુજરાત
ATS ને મળી હતી. જેના આધાર પર રેડ પાડીને ગુજરાતના દરિયા કિનારે અનેક વાર સમુદ્ર માર્ગે નશાયુક્ત પદાર્થોની કરવામાં આવતી હેરાફેરીને રોકી હતી અને મોટી સફળતા મેળવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2019 11:40 PM IST | Mandvi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK