અમદાવાદઃ દિવાલ પર સ્યુસાઈટ નોટ લખી યુવાને કરી આત્મહત્યા

Published: Aug 22, 2019, 10:21 IST | અમદાવાદ

અમદાવાદમાં દિવાલ પર સ્યુસાઈડ નોટ લખી એક યુવાને આત્મહત્યા કરી છે. જેમાં તેણે પત્ની પર આરોપો લગાવ્યા છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

શહેરના ત્રાગડ વિસ્તારના 27 વર્ષના યુવાને પંખા પર લટકીને આત્મહત્યા કરી છે. તેણે દિવાલ પર સ્યુસાઈડ નોટ લખી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે પત્નીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી. મૃતકની સમશેરસિંહ હરપાલસિંહ સરદાર તરીકે ઓળખ થઈ છે. જે તુલસી સોસાયટીમાં રહેતો હતો. પોલીસ અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે તે એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો.

સાબરમતી પોલીસના ઈન્સ્પેક્ટર આર.એચ. વાળાએ આપેલી માહિતી પ્રમાણે સરદારે તેના બેડરૂમની દિવાલ પર લખ્યું હતું કે તેને તેની પત્ની દ્વારા હેરાન કરવામાં આવી રહ્યો છે અને તેના માતા તેના માટે જવાબદાર નથી. તેના આ લખાણને મોત પહેલા તેના અંતિમ નિવેદન તરીકે માનવામાં આવી રહ્યું છે.

સરદાર પંજાબથી હતો, અને તે દક્ષા નામની ગુજરાતી યુવતીના પ્રેમમાં પડ્યો હતો. જેમના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેમને એક વર્ષો દીકરો પણ છે.

પોલીસે આપેલી માહિતી પ્રમાણે, "મંગળવારે સાંજે સરદાર પોતાના રૂમમાં ગયો અને લાંબા સમય સુધી પાછો ન આવ્યો. તેના ઘરના લોકોએ દરવાજો ખખડાવ્યો પરંતુ તેમને કોઈ જવાબ ન મળ્યો, જ્યારે તેમણે દરવાજો તોડ્યો ત્યારે તેમને સરદાર છત પર લટકતો જોવા મળ્યો હતો."

આ પણ જુઓઃ ટ્રેડિશનલ વૅરમાં એકદમ ગુજરાતી ગોરી લાગી રહી છે કિંજલ દવે

હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલવ કરવામાં આવ્યો છે. પરિવાર એક વાર આઘાતમાંથી બહાર આવી જશે એટલે પોલીસ તેમના નિવેદન લેશે. તમામ પુરાવા ભેગા કરવામાં આવશે. જો તેની પત્નીએ તેને આત્મહત્યા કરવા માટે ઉકસાવ્યો હશે તો તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK