Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ‘દંડ લેશો તો જીવ આપી દઇશ’ દંડ વસુલતી વખતે પોલીસને મળ્યો આવો જવાબ

‘દંડ લેશો તો જીવ આપી દઇશ’ દંડ વસુલતી વખતે પોલીસને મળ્યો આવો જવાબ

16 September, 2019 02:28 PM IST | મુંબઈ ડેસ્ક

‘દંડ લેશો તો જીવ આપી દઇશ’ દંડ વસુલતી વખતે પોલીસને મળ્યો આવો જવાબ

દિલ્હીમાં છોકરીએ રસ્તા પર કર્યો હાઈ વૉલ્ટેજ ડ્રામા

દિલ્હીમાં છોકરીએ રસ્તા પર કર્યો હાઈ વૉલ્ટેજ ડ્રામા


દિલ્હી-NCR, યૂપી, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન સહિત આખા દેશમાં નવા મોટર વ્હીકલ એક્ટ-2019 લાગૂ પાડ્યા બાદથી દંડને લઇને અજબ-ગજબ મામલા સામે આવી રહ્યા છે. દિલ્હીના એક વ્યક્તિને યૂપીમાં દંડ ફટકારવામાં આવ્યો, જ્યારે તે યૂપી ગયો જ નથી. હવે આ વચ્ચે જ દેશની રાજધાની દિલ્હીમાં ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરતી છોકરીને દિલ્હી પોલીસે અટકાવી તો છોકરીએ કહ્યું, "ચલાન કાપ્યું તો આપીશ જીવ" આ બાબતે એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને આ સંપૂર્ણ ઘટના શનિવારની છે એવું કહેવામાં આવી રહ્યું છે. તો, ઘણી લાંબી જીભાજોડી બાદ હવેથી આવું ન કરવાની સલાહ સાથે પોલીસે તે છોકરીને જવા દીધી એવું સામે આવી રહ્યું છે.

વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે ટ્રાફિક નિયમો તોડ્યા બાદ સ્કૂટી પર સવાર આ છોકરીએ ચલાન બદલ ટ્રાફિક પોલીસકર્મીઓને હેલ્મેટ ફેંકીને મારવા અને પોતે જીવ આપવાની ધમકી આપી રહી છે. વીડિયો પ્રમાણે, આ છોકરી ગુસ્સામાં પોતાનું હેલ્મેટ રસ્તા પર ફેંકી દે છે અને રડી રડીને આપઘાચ કરવાની ધમકી પણ આપે છે.



તો દિલ્હી ટ્રાફિક પોલીસ પ્રમાણે તે નિયમ હેઠળ તે છોકરીનું ચલાન લઈ રહ્યા હતા. હકીકતે, તે છોકરી જે સ્કૂટી ચલાવતી હતી તેની નંબર પ્લેટ તૂટેલી હતી અને તેનો હેલ્મેટ પણ તૂટેલો હતો. હેલ્મેટમાં બેલ્ટ સુદ્ધા ન હતો, જેનાથી તે પહેરી શકે. એટલું જ નહીં દરમિયાન તે ફોન પર પણ વાત કરતી હતી.


પોલીસ સાથે કરી જીભાજોડી
વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે જેમ પોલીસ સ્કૂટીનું ચલાન લેવા માટે ગાડી સાઇડમાં ઊભી રાખવા કહે છે કે છોકરી મોટા અવાજે જીભાજોડી કરવા લાગે છે. તે ભાગવાનો પણ પ્રયત્ન કરે છે. છોકરી એ જ ફિરાકમાં હતી કે તે કોઇપણ રીતે સ્કૂટીને ત્યાંથી છોડાવીને લઈ જાય. જોકે, પોલીસકર્મીએ તેની સ્કૂટીની આગળ ઊભા રહીને તેને રોકી રાખી હતી. દરમિયાન તે સતત જીભાજોડી કરતી રહી.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીને ગમે છે બાળકો, બાળકો સાથે કરે છે આવી મસ્તી


નોંધનીય છે કે 1 સપ્ટેમ્બરથી દેશમાં નવા મોટર વ્હીકલ એક્ટ લાગૂ પાડવામાં આવ્યા છે. તેના પછી નવા નિયમ પ્રમાણે, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા પર ઘણો મોટો દંડ ફટકારવામાં આવી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

16 September, 2019 02:28 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK