Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > છોકરીએ વૃક્ષ બનીને બહેનને પ્રપોઝ કરતા BFની તસવીરો ચોરીછૂપીથી લીધી

છોકરીએ વૃક્ષ બનીને બહેનને પ્રપોઝ કરતા BFની તસવીરો ચોરીછૂપીથી લીધી

01 October, 2019 04:21 PM IST | મુંબઈ ડેસ્ક

છોકરીએ વૃક્ષ બનીને બહેનને પ્રપોઝ કરતા BFની તસવીરો ચોરીછૂપીથી લીધી

થેરેસ માર્કલ

થેરેસ માર્કલ


ફેન્સી ડ્રેસમાં ભાગ લો અને વૃક્ષ જેવો લુક ધારણ કરો એ જુદી વાત છે, પણ કંઈક ચોરીછૂપીથી કરવું હોય એ માટે તમે સ્થિર વૃક્ષ બનીને ઊભા રહી જાઓ એવું બને ખરું? થેરેસ માર્કલ નામની એક છોકરીએ બહેનને સરપ્રાઇઝ આપવા માટે આવું કર્યું હતું. એની તસવીરો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે અને લોકો તેના વખાણ કરી રહ્યા છે. થેરેસની બહેનને તેનો બૉયફ્રેન્ડ પ્રપોઝ કરવાનો હતો. તેની બહેન આ વાતથી અજાણ હતી, પરંતુ તેણે બહેનના બૉયફ્રેન્ડની સાથે મળીને આ ઘટના વખતે બહેનનું રિઍક્શન કેવું છે એ ક્લિક કરવાનું પ્લાનિંગ કર્યું. બૉયફ્રેન્ડ જે જગ્યાએ બહેનને પ્રપોઝ કરવાનો હતો એ જગ્યાએ પહેલેથી જ થેરેસ પાંદડાનો ડ્રેસ પહેરીને ઊભી રહી ગયેલી અને જ્યારે બૉયફ્રેન્ડે પ્રપોઝ કર્યું ત્યારે ચૂપકેથી તસવીરો પણ ક્લિક કરી લીધી. પોતે કેવી વૃક્ષ બનીને ઝાડીઓમાં સંતાઈ ગયેલી એની તસવીર લઈને થેરેસે ટ્િ‍વટર પર પોસ્ટ કરીને લખ્યું હતું, ‘મારી બહેનની સગાઈ થઈ એ પળને કૅમેરામાં મઢી લેવા માટે હું છોડ અને ઝાડી બની ગઈ.’ 

આ પોસ્ટ જબરી વાઇરલ થઈ છે અને એને અત્યાર સુધીમાં ૨૧,૦૦૦થી વધુ રી-ટ્વિટ્સ અને એક લાખથી વધુ લાઇક્સ મળી છે.


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2019 04:21 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK