Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > છોકરીએ મમ્મી-પપ્પા અને ભાઈના મર્ડર માટે પાંચ લાખની સોપારી આપી

છોકરીએ મમ્મી-પપ્પા અને ભાઈના મર્ડર માટે પાંચ લાખની સોપારી આપી

08 August, 2012 05:49 AM IST |

છોકરીએ મમ્મી-પપ્પા અને ભાઈના મર્ડર માટે પાંચ લાખની સોપારી આપી

છોકરીએ મમ્મી-પપ્પા અને ભાઈના મર્ડર માટે પાંચ લાખની સોપારી આપી


mom-father-supariપંજાબના સંગરુર શહેરમાં એક સનસનાટીભરી ઘટનાએ પોલીસને પણ આશ્ચર્યચકિત કરી દીધી છે. પોલીસે એક યુવતીની ધરપકડ એટલા માટે કરી છે કારણ કે તેણે પોતાનાં જ માતા-પિતા અને ભાઈની હત્યા કરવા માટે પાંચ લાખ રૂપિયાની સોપારી આપી હતી. હત્યાનું કામ જેમને સોંપવામાં આવ્યું હતું એ પાંચ કૉન્ટ્રૅક્ટ કિલર્સને પણ પોલીસે પકડી પાડ્યા છે.

મનપ્રીત કૌર નામની યુવતી ગુરમીત સિંહ નામના યુવાનને પ્રેમ કરતી હતી. જોકે મનપ્રીતના પરિવારના સભ્યો ગુરમીત સાથે લગ્નનો વિરોધ કરી રહ્યા હતા. નારાજ મનપ્રીતે ગુરમીત સાથે લગ્ન કરવા માટે માતા-પિતા અને ભાઈનું મર્ડર કરવા માટે સોપારી આપી હતી. રસપ્રદ વાત એ છે કે કૉન્ટ્રૅક્ટ કિલર્સે મનપ્રીતનાં મમ્મી-પપ્પા નહીં, ભૂલથી તેમના નોકરની હત્યા કરી હતી. પોલીસના હાથે ઝડપાયા બાદ મનપ્રીત તથા કૉન્ટ્રૅક્ટ કિલર્સે ગુનો કબૂલી લીધો છે. તેમની પાસેથી પિસ્તોલ તથા બુલેટ્સ પણ મળી હતી.



સંગરુર જિલ્લાના પોલીસવડા હરચરણ સિંહ ભુલ્લરે કહ્યું હતું કે ગુરમીત સાથે લગ્નનો વિરોધ કરતા હોવાથી મનપ્રીત તેના પરિવારથી સખત નારાજ હતી અને એટલે જ તેણે સોપારી હતી. ભુલ્લરે જણાવ્યું હતું કે ‘કૉન્ટ્રૅક્ટ કિલર્સે બે વખત મનપ્રીતનાં માતા-પિતા તથા ભાઈની હત્યાનો પ્રયાસ કર્યો હતો, પણ તેઓ સફળ થયા નહોતા. ૧૫ જૂને રાત્રે હત્યારાઓ દીવાલ કૂદીને ઘરમાં પ્રવેશ્યા હતા. ઓસરીમાં સૂતા નોકર જરનૈલની હત્યા કરી જેવા તેઓ ઉપરના માળે જઈ રહ્યા હતા ત્યારે જ મનપ્રીતનાં મમ્મી-પપ્પા જાગી ગયાં હતાં અને તેમણે બૂમાબૂમ કરતાં હત્યારાઓ નાસી છૂટ્યાં હતા. પોલીસ આ કેસમાં મનપ્રીતના પ્રેમી ગુરમીતની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે. મનપ્રીતે હત્યારાઓને ઍડ્વાન્સ તરીકે ૭૦,૦૦૦ રૂપિયા પણ આપ્યા હતા.’


Whatsapp-channel Whatsapp-channel

08 August, 2012 05:49 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK