Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઈશ્વરની સમીપ જવા (લાઇફ કા ફન્ડા)

ઈશ્વરની સમીપ જવા (લાઇફ કા ફન્ડા)

22 January, 2021 05:54 PM IST | Mumbai
Heta Bhushan | feedbackgmd@mid-day.com

ઈશ્વરની સમીપ જવા (લાઇફ કા ફન્ડા)

તસવીર સૌજન્ય જાગરણ (પ્રતીકાત્મક તસવીર)

તસવીર સૌજન્ય જાગરણ (પ્રતીકાત્મક તસવીર)


એક દિવસ નગરની રાજકુમારી દીપા ભગવાન તથાગત બુદ્ધ પાસે આવી અને ભગવાન બુદ્ધને નમન કરતાં બોલી, ‘ પ્રભુ હું આ નગરની રાજકુમારી છું, હું આપના શરણે આવી છું.’
ભગવાન તથાગત બોલ્યા, ‘ શા માટે, રાજકુમારીનું અહીં શું કામ?’ રાજકુમારી દીપાએ કહ્યું, ‘ભગવન, હું રાજકુમારી છું પણ મને આ સંસારની મોહમાયામાં રસ નથી તેથી આપની પાસે આવી છું?’ ભગવાન બુદ્ધ બોલ્યા, ‘કુમારી સારી વાત છે કે તમને આ ઉંમરે સંસાર મોહમાયા છે તેનું જ્ઞાન છે, પણ હું આપને શું મદદ કરી શકું?’ રાજકુમારીએ કહ્યું, ‘ભગવન મારી મદદ તમે જ કરી શકશો, કારણ કે મારે ઈશ્વરનાં દર્શન કરવા છે. તમે મને રસ્તો દેખાડો.’
ભગવાન બુદ્ધ બોલ્યા, ‘કુમારી, હું તમારી કોઈ મદદ નહીં કરી શકું બીજે ક્યાંક જા.’ રાજકુમારી દીપાએ પૂછ્યું, ‘કેમ ભગવન મારી કોઈ ભૂલ? તમે મારી મદદ કેમ નહીં કરો.’
ભગવાન બુદ્ધ બોલ્યા, ‘કુમારી, તમારે ઈશ્વરનાં દર્શન કરવા છે તે તમે નક્કી કરીને જ આવ્યા છો?’ રાજકુમારીએ મક્કમતા સાથે કહ્યું, ‘હા મારે ઈશ્વરનાં દર્શન કરવા જ છે તમે મને જે માર્ગ દેખાડશો તે માર્ગ પર હું આગળ વધીશ.’ ભગવાન બુદ્ધે આગળ પૂછ્યું, ‘કુમારી ઈશ્વર શું છે એની કંઈ ખબર છે ખરી?’ રાજકુમારી જરા થોથવાઈ પછી બોલી, ‘ભગવન, ઈશ્વર વિશે
કંઈ ખબર નથી, પણ જ્યારથી સમજણી થઈ ત્યારથી સાંભળ્યું છે. હવે વધુ જાણીને ઈશ્વર સુધી પહોંચવા માગું છું.’
ભગવાન બુદ્ધ બોલ્યા, ‘કુમારી, આ માર્ગ બહુ અઘરો છે. સત્યના પંથે સાંભળેલી વાતો સાચો માર્ગ દેખાડતી નથી.’ રાજકુમારી દીપાએ આંખોમાં આંસુ સાથે ભગવન તથાગતના ચરણ પકડી લીધા અને વિનંતી કરતાં બોલી, ‘ભગવન આપ સાચો માર્ગ દેખાડો.’ ભગવાન બુદ્ધે કહ્યું, ‘આજથી સઘળું સાંભળેલું, માની લીધેલું ભૂલી જા. જાતને ભૂલી જા. મનમાં કંઈ જ નક્કી કર્યા વિના સાધના શરૂ કરી દે. ઈશ્વર કે જે કોઈ શક્તિ હશે તે આપોઆપ તું લાયક હશે તો તારી સન્મુખ પ્રગટ થશે.’
ઈશ્વર નજીક જવાનો રસ્તો સમજાવતા ભગવાન તથાગતે આગળ કહ્યું, ‘મનમાં કોઈ માન્યતા ન હોય, નજર સામે ભગવાન કે બીજું કશું ન હોય, પણ ‘જે છે તે’ ને શોધવાની અને જાતને ભૂલીને પામવાની તત્પરતા મનમાં જાગી ઊઠે ત્યારે તે જે પરમતત્ત્વ છે તેની ઝાંખી થાય... માટે કુમારી સઘળું ભૂલીને સાધના કરો. જ્યારે સાધના પરિપક્વ થશે ત્યારે તે પરમતત્વ સમજાશે.’ ભગવાન બુદ્ધે ઈશ્વરની સમીપ પહોંચવાનો સાચો માર્ગ સમજાવ્યો.


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2021 05:54 PM IST | Mumbai | Heta Bhushan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK