Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > કદ્દાફીનો બીજો પુત્ર પકડાઈ જતાં આઠ મહિના જૂના યુદ્ધનો અંત : સરમુખત્યારની ડેડ બૉડી મીટ શૉપમાં

કદ્દાફીનો બીજો પુત્ર પકડાઈ જતાં આઠ મહિના જૂના યુદ્ધનો અંત : સરમુખત્યારની ડેડ બૉડી મીટ શૉપમાં

22 October, 2011 07:32 PM IST |

કદ્દાફીનો બીજો પુત્ર પકડાઈ જતાં આઠ મહિના જૂના યુદ્ધનો અંત : સરમુખત્યારની ડેડ બૉડી મીટ શૉપમાં

કદ્દાફીનો બીજો પુત્ર પકડાઈ જતાં આઠ મહિના જૂના યુદ્ધનો અંત : સરમુખત્યારની ડેડ બૉડી મીટ શૉપમાં


 

સૈફ લિબિયાના ઝેલ્ટિન સિટીમાંથી પકડાયો હતો. તેને હાલમાં તબીબી સારવાર આપવામાં આવી રહી છે. બીજી બાજુ આઝાદીના ડેક્લેરેશન વિશે પ્રાદેશિક જૂથો વચ્ચે ગંભીર મતભેદો સર્જાયા છે. સરમુખત્યાર કદ્દાફીની ડેડ બૉડીને મીટ શૉપમાં રાખવામાં આવી છે. ક્રાન્તિકારીઓએ ખાતરી આપી છે કે કદ્દાફીના મૃતદેહને આદરથી દફનાવવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્રસંઘની માનવ અધિકારીની ઑફિસે કદ્દાફી કઈ રીતે હણાયા એની તપાસ યોજવાનો આદેશ આપ્યો હતો. આ ઑફિસે એવી ચિંતા વ્યક્ત કરી છે કે તેમની હત્યા કરવામાં આવી છે. કદ્દાફી કેવી રીતે હણાયા એ વિશે વિરોધાભાસી રિપોર્ટ આવી રહ્યા છે. એક રિપોર્ટ મુજબ કદ્દાફીના કાફલાએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. નાટો (નૉર્થ ઍટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન)ના ફાઇટર વિમાને તેમના પર હુમલો કર્યો હતો. ક્રાન્તિકારીઓએ કદ્દાફીને જીવતા પકડ્યા બાદ તેમના પર જુલમ ગુજારીને મારી નાખ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2011 07:32 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK