Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > G-20 સમિટમાં મળ્યા મોદી-ટ્રમ્પ, ભારત અને અમેરિકા સારા મિત્રો: ટ્રમ્પ

G-20 સમિટમાં મળ્યા મોદી-ટ્રમ્પ, ભારત અને અમેરિકા સારા મિત્રો: ટ્રમ્પ

28 June, 2019 10:48 AM IST |

G-20 સમિટમાં મળ્યા મોદી-ટ્રમ્પ, ભારત અને અમેરિકા સારા મિત્રો: ટ્રમ્પ

ભારત અને અમેરિકા સારા મિત્રો: ટ્રમ્પ

ભારત અને અમેરિકા સારા મિત્રો: ટ્રમ્પ


જાપાનના ઓસાકામાં G-20 શિખર સમ્મેલનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત માટે શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે, ભારત અને અમેરિકા સારા મિત્રો છે. હું વિશ્વાસ સાથે કહી શકું છું કે આ પહેલા અમેરિકા અને ભારત આટલા નજીક ક્યારે નથી આવ્યા.

અમેરિકી રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદીને જીત માટે શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી જીતના હકદાર છે તેમણે ભારતમાં જોરદાર કામ કર્યું છે. મને યાદ છે કે, જ્યારે પહેલી વાર ચૂંટણી જીત્યા હતા ત્યારે બધા પક્ષો આમને-સામને લડી રહ્યા હતી અને આ વખતે અન્ય પક્ષોએ સાથે મળીને કામ કર્યું તે મોદીની અભૂતપૂર્વ ક્ષમતા દર્શાવે છે



ભારત અને અમેરિકા ઘણા ક્ષેત્રોમાં ખાસ કરીને સૈન્ય ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરશે. આજે અમે કારોબાર ક્ષેત્રો વિશે ચર્ચા કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું હતું કે, ભારત અને અમેરિકાના સંબંધો પહેલા કરતા ઘણા સારા થયા છે. અમે ભારત સાથે અમેરિકાના મિત્રતાના સંબંધોને એક નવા લેવલે લઈ જવા માટે કટિબદ્ધ છીએ.


આ પણ વાંચો: નોઇડા પોલીસ હવે યુવતીઓની છેડતી કરનારાઓને રેડ કાર્ડ બતાવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, અમે લોકતંત્ર અને શાંતિ સ્થાપવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારો મંત્ર બધાને સાથે લઈને ચાલવાનો છે અને મેક ઈન ઈન્ડિયા મંત્ર સાથે આગળ વધી રહ્યા છીએ. ભારત પ્રત્યે પ્રેમ દર્શાવવા માટે આભારી છું.


Whatsapp-channel Whatsapp-channel

28 June, 2019 10:48 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK