Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભિવંડીની પાવરલૂમની ફૅક્ટરીમાં ભીષણ આગ

ભિવંડીની પાવરલૂમની ફૅક્ટરીમાં ભીષણ આગ

06 March, 2021 09:29 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભિવંડીની પાવરલૂમની ફૅક્ટરીમાં ભીષણ આગ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રાજ્યના થાણે જિલ્લામાં આવેલા ભિવંડી શહેરમાં ગઈ કાલે વહેલી સવારે પાવરલૂમની ફૅક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. જોકે આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.

થાણે મહાનગરપાલિકાના રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના સંતોષ કદમે કહ્યું હતું કે વહેલી સવારે ૨.૨૦ વાગ્યે નાયગાંવ રોડ પર આવેલી ફૅક્ટરીમાં આગ લાગી હતી.



ભિવંડી નિઝામપુર શહેર મહાનગરપાલિકાના ફાયર-ફાઇટર્સે લગભગ બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં પાવરલૂમની ફૅક્ટરી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી એમ સંતોષ કદમે જણાવ્યું હતું. આગનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.


 

ભાઈંદરમાં ગૅસની પાઇપલાઇન ફૂટતાં ફેલાયો ગભરાટ


BVhayandar Gas Pipline Explode

ભાઈંદર (ઈસ્ટ)માં ફૅમિલી કૅર હૉસ્પિટલ નજીક ગુરુવારે મોડી રાતે ગૅસની પાઇપલાઇન ફૂટી ગઈ હતી. ફાયર-બ્રિગેડની ચાર ગાડી તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગૅસ-લીકેજ પર નિયંત્રણ મેળવ્યું હતું. ગૅસનો ફુવારા મોટો હોવાથી પરિસરમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.  

Whatsapp-channel Whatsapp-channel

06 March, 2021 09:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK