મીરા રોડના રામનગર રેસિડેન્શિયલ એરિયામાં ૮ ફેબ્રુઆરીએ મોડી રાતે ગૅસ-સિલિન્ડર ભરેલી બે ટ્રકમાં ગૅસ-લીકેજને કારણે આઠ સિલિન્ડર બ્લાસ્ટ થયાં હતાં. ભયાનક પરિસ્થિતિ વચ્ચે પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ આગ કાબૂમાં લાવીને ૩૧૬ સિલિન્ડર બ્લાસ્ટ થતાં બચાવી દીધાં હોવાથી એમબીએમસી ફાયર-બ્રિગેડના ૫૪ ફાયરમેન અને જવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિશાળ આગમાં ત્રણ વાહનોને નુકસાન પહોંચ્યું હતું અને એક રાહદારીને ઈજા થઈ હતી. મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર હસમુખ ગેહલોતના હસ્તે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
Women's day:બૉલીવુડ-ડ્રગ્સ અંગે મહિલા ડિટેક્ટિવ આક્રિતી ખત્રીનો ખુલાસો
1st March, 2021 15:46 ISTરાખીની મમ્મીની સારવાર માટે હંમેશાં મદદ કરવાની તત્પરતા દેખાડી સોહેલ ખાને
1st March, 2021 13:42 ISTસપરિવાર સરદાર કા ગ્રૅન્ડ સન જોવાની અપીલ કરી અર્જુન કપૂરે
1st March, 2021 13:37 ISTસનશાઇનનો આનંદ લેતી આલિયા
1st March, 2021 13:10 IST