Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મિડ-ડે ઈમ્પેક્ટ - સ્મશાનની હાલત સુધારવા ચીમકી, અન્યથા આંદોલન

મિડ-ડે ઈમ્પેક્ટ - સ્મશાનની હાલત સુધારવા ચીમકી, અન્યથા આંદોલન

18 October, 2011 09:22 PM IST |

મિડ-ડે ઈમ્પેક્ટ - સ્મશાનની હાલત સુધારવા ચીમકી, અન્યથા આંદોલન

મિડ-ડે ઈમ્પેક્ટ - સ્મશાનની હાલત સુધારવા ચીમકી, અન્યથા આંદોલન


 

(સપના દેસાઈ)

મુલુંડ-વેસ્ટમાં આવેલા એકમાત્ર અને મુલુંડ નાગરિક સભા સંસ્થા દ્વારા સંચાલિત સ્મશાનમાં ચોતરફ ગંદકી તથા ચિતાને બાળવા માટેનાં લાકડાં ચોમાસા દરમ્યાન ઉઘાડાં પડી રહેતાં હોવાથી ચિતા બળવાને સમય લાગતો હોવાથી તેમ જ સ્મશાનમાં લાઇટ-પંખા બરાબર ચાલતાં ન હોવાથી નાગરિકોને વેઠવી પડતી હાલાકીનો અહેવાલ મિડ-ડે Localના ૪ ઑક્ટોબરના અંકમાં આવ્યો હતો. સ્મશાનની આ દયનીય અવસ્થાનો અહેવાલ આવ્યા પછી ભારતીય જનતા યુવા મોરચા-ઈશાન મુંબઈએ સાત દિવસની અંદર સ્મશાનની હાલતમાં સુધારો કરવા માટેનો મહાનગરપાલિકાને સમય આપ્યો છે. અન્યથા આંદોલન કરવામાં આવશે એવી ચીમકી સુધ્ધાં એણે આપી છે. મિડ-ડે Localના અહેવાલ પછી જ મુલુંડ જેની અંતગતિ આવે છે એ મહાનગરપાલિકાના ‘ટી’ વૉર્ડે પણ સ્મશાનની આ હાલતનો સર્વે કરાવવા અધિકારીઓને મોકલ્યા હતા.

સ્મશાનની હાલત સુધારવા માટે મહાનગરપાલિકાને ચીમકી આપનારા ભારતીય જનતા યુવા મોરચા-ઈશાન મુંબઈના સેક્રેટરી વિરલ શાહે મિડ-ડે Localને કહ્યું હતું કે ‘મિડ-ડેમાં અહેવાલ આવ્યા પછી સ્મશાનની દયનીય હાલતની અમને જાણ થઈ હતી અને એટલે જ  અમે મહાનગરપાલિકાને એક આવેદનપત્ર આપીને એમને સાત દિવસનો સમય આપ્યો છે. જો એમાં એણે સ્મશાનમાં રહેલી અગવડો દૂર નહીં કરી તો અમારે જોરદાર આંદોલન કરી એનું મગજ ઠેકાણે લાવવું પડશે. સ્મશાનનું સંચાલન મુલુંડ નાગરિક સભા કરે છે એમ કહીને મહાનગરપાલિકા પોતાના હાથ ઊંચા કરી દેશે તો અમે એ સાંખી નહીં લઈએ; કારણ કે સ્મશાનનું સંચાલન ભલે ખાનગી સંસ્થા કરતી હોય, પણ આ જમીન મહાનગરપાલિકાની છે અને સ્મશાનનું સંચાલન કરવા માટે એમને સબસિડી આપવામાં આવે છે. એમને લાકડાં પણ મહાનગરપાલિકા જ પૂરાં પાડે છે. એથી સ્મશાનમાં રહેલી ગેરવ્યવસ્થા અને નાગરિકોને થતી હાલાકી માટે મુલુંડ નાગરિક સભા જ નહીં, મહાનગરપાલિકા પણ એટલી જ જવાબદાર છે. એથી મહાનગરપાલિકાને અમે આવેદનપત્ર આપીને સાત દિવસનો સમય આપ્યો છે.’

બીજેપીના યુવા મોરચાએ મહાનગરપાલિકાને આંદોલનની ધમકી આપી છે તો મુલુંડના ‘ટી’ વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ડૉ. એસ. આર. હસનાલે સ્મશાનની દયનીય હાલત બાબતે મિડ-ડે Localને કહ્યું હતું કે ‘સ્મશાનની કન્ડિશન ખરાબ હોવાનું અખબારમાં આવ્યા પછી અમારા અધિકારીઓએ સ્મશાનનો સર્વે કર્યો હતો અને શું પ્રૉબ્લેમ છે એનો રર્પિોટ બનાવ્યો છે અને અમે ભારે ફાઇન મારવાના છીએ, પણ એ અગાઉ અમારા લીગલ ડિપાર્ટમેન્ટની સલાહ અમે લેવાના છીએ; કારણ કે આ સ્મશાનનું સંચાલન મહાનગરપાલિકા નહીં પણ ખાનગી સંસ્થા કરે છે એટલે એની સામે શું ઍક્શન લઈ શકાય એ માટે લીગલ ડિપાર્ટમેન્ટની સલાહ પછી જ નર્ણિય કરી શકાય.’

એક તરફ સ્મશાનની દયનીય હાલત સામે બીજેપીના યુવા મોરચાએ આંદોલનની ધમકી આપી છે અને બીજી તરફ મહાનગરપાલિકાએ કડક પગલાં લેવાની વાત ઉચ્ચારી છે ત્યારે સ્મશાનનું સંચાલન કરતી અને ૧૯૨૪થી કાર્યરત મુલુંડ નાગરિક સભા સંસ્થાના ઉપાધ્યક્ષ પંકજ જગજીવન તન્નાએ સ્મશાનની હાલત માટે મહાનગરપાલિકાને જવાબદાર ઠેરવતાં મિડ-ડે Localને કહ્યું હતું કે ‘સ્મશાનના ગોડાઉનમાં લાકડાંનો ઢગલો પડ્યો છે. તેઓ જ્યાં સુધી ગોડાઉનમાં લાકડાં ન ગોઠવે ત્યાં સુધી અમે ત્યાં સફાઈ ન કરી શકીએ. લાકડાંની જવાબદારી મહાનગરપાલિકાની છે એટલે અમે એને હાથ લગાવી ન શકીએ. જે પણ ગંદકી છે કે કચરો છે એ લાકડાનું ભૂસું છે. લાકડાં મહાનગરપાલિકા ગોડાઉનમાં ગોઠવશે એના બીજા કલાકમાં અમે ત્યાં સફાઈ કરી નાખીશું અને ત્યાં પેવર બ્લૉક્સ પણ બેસાડી દઈશું. જ્યાં સુધી ગંદકીનો સવાલ છે તો ચોમાસા દરમ્યાન વરસાદના પાણીના કારણે કે પછી એકસાથે બે-ચાર ચિતા બળતી હોય તો એની રાખ આજુબાજુ ઊડીને ગંદકી દેખાતી હોય એનો કોઈ ઉપાય નથી, પણ હવે ચોમાસું પૂરું થયું છે એટલે બહુ ગંદકી નહીં થાય.’



 


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2011 09:22 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK