ટૂલકિટ દિશાએ ગ્રેટા થનબર્ગ સાથે શેર કરી હતી

Published: 16th February, 2021 12:20 IST | Agency | New Delhi

ખાલિસ્તાની ધાલીવાલ સાથે ઝૂમ મીટિંગ પણ દિશાએ કરી હતી અને ૨૬ જાન્યુઆરી પહેલાં હોબાળો મચાવવાનો પ્લાન પણ ઘડ્યો હતો

દિશા રવિ
દિશા રવિ

દિલ્હી પોલીસે સોમવારે ક્લાઇમેટ ઍક્ટિવિસ્ટ દિશા રવિ પર અન્ય બે શકમંદો નિકિતા જેકબ અને શાંતનુ સાથે મળીને કૃષિ આંદોલન સંબંધિત ‘ટૂલકિટ’ દસ્તાવેજ બનાવીને સોશ્યલ મીડિયા પર શૅર કરવાનો આક્ષેપ કર્યો હતો. આ દરમ્યાન પોલીસ-તપાસમાં ખુલાસો થયો છે કે દિશા અને નિકિતાએ ખાલિસ્તાની સમર્થક માનવામાં આવતા પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશનના ફાઉન્ડર એમઓ ધાલીવાલ સાથે ઝૂમ ઍપ પર મીટિંગ કરી હતી. આ મીટિંગનો હેતુ ૨૬ જાન્યુઆરી પહેલાં સોશ્યલ મીડિયા પર હોબાળો મચાવવાનો હતો.

greta

ગ્રેટા થનબર્ગ

જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ (સાઇબર) પ્રેમનાથે પત્રકાર-પરિષદ સંબોધતાં દાવો કર્યો હતો કે દિશાએ ટૂલકિટનો પ્રસાર કરવા માટે બનાવેલું વૉટ્સઍપ-ગ્રુપ ડિલીટ કરી નાખ્યું હતું. દિલ્હી પોલીસે અગાઉ જણાવ્યું હતું કે સોશ્યલ મીડિયા પર ટૂલકિટ શૅર કરવા બદલ જેકબ અને શાંતનુ સામે બિનજામીનપાત્ર વૉરન્ટ જારી કરવામાં આવ્યાં છે.

પ્રેમનાથે દાવો કર્યો હતો કે નિકિતા અને શાંતનુએ ‘ખાલિસ્તાનતરફી’ ગ્રુપ પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશન (પીજેએફ) દ્વારા યોજાયેલી એક ઝૂમ મીટિંગમાં ભાગ લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે ટૂલકિટ દસ્તાવેજના એડિટરોમાં જેકબનો પણ સમાવેશ છે. દિશા, શાંતનુ અને નિકિતાએ ટૂલકિટ તૈયાર કરીને એડિટ કરી હતી. દિશાએ ટૂલકિટ ટેલિગ્રામ ઍપ થકી ગ્રેટા થનબર્ગને મોકલી હતી. દિશાએ ટૂલકિટના પ્રસાર માટે બનાવેલું વૉટ્સઍપ-ગ્રુપ ડિલીટ કરી નાખ્યું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK