ભાઇંદરની હૉસ્પિટલમાં બાળકના મૃત્યુ બાદ રોષે ભરાયેલા પરિવારજનો દ્વારા તોડફોડ

Published: 13th October, 2011 20:13 IST

ભાઈંદર (ઈસ્ટ)માં બી. પી. રોડ પર આવેલી ૨૦ વર્ષ જૂની સક્સેના નામની ચાઇલ્ડ સ્પેશ્યલિસ્ટ હૉસ્પિટલમાં ગઈ કાલે પાંચ મહિનાના બાળકનું મૃત્યુ થતાં રોષે ભરાયેલા પરિવારજનોએ હૉસ્પિટલમાં તોડફોડ કરીને વાતાવરણ તંગ કરી દીધું હતું. ઉપરાંત હૉસ્પિટલમાં બાકીના ૧૩ દરદીઓ પણ આ તોફાનને લીધે હૉસ્પિટલ છોડીને ડૉક્ટરની રજા લીધા વગર જ નીકળી ગયા હતા.


મીરા રોડમાં ન્યુ પુષ્પા ગાર્ડન પાસે રહેતો યાદવ વાસુ કુંદર તેના પાંચ મહિનાના પુત્ર પ્રજ્વલ કુંદરને ખાંસી-કફ જેવી તકલીફ માટે પહેલેથી પોતાનાં બાળકોની તપાસ કરાવવા ડૉક્ટર પાસે ગયો હતો. બપોરે ૧૨.૩૦ વાગ્યે ડૉક્ટર બાળકની પરિસ્થિતિ જોઈને ટ્રીટમેન્ટ આપી રહ્યા હતા, પણ આ દરમ્યાન બાળકને અચાનક ફિટ આવતાં તેની હાલત ગંભીર બની ગઈ હતી એટલે ડૉક્ટરે ઇમર્જન્સી ટ્રીટમેન્ટ આપી હતી. આમ છતાં બાળકનું ટ્રીટમેન્ટ દરમ્યાન જ મૃત્યુ થયું હતું. બાળકના પરિવારજનોએ હૉસ્પિટલ પર આક્ષેપ કર્યો હતો કે બાળકને સમયસર ટ્રીટમેન્ટ આપવામાં આવી નથી તેમ જ આઉટડેટેડ સામાન વાપરવામાં આવ્યો હતો. બાળકના આઘાત પામેલા પરિવારજનોએ હૉસ્પિટલમાં તોડફોડ કરતાં હૉસ્પિટલનું વાતાવરણ તંગ થઈ ગયું હતું. તોડફોડને કારણે હૉસ્પિટલમાં રહેલાં મશીનો, કાચને ભારે નુકસાન થયું હતું.

આ કેસને સંભાળતાં ડૉક્ટર તૃપ્તિ શરદ સક્સેનાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે મેં બાળકને ટ્રીટમેન્ટ આપી હતી. ફરી તેઓ ગઈ કાલે બાળકને લાવ્યા ત્યારે મેં યોગ્ય હોય એવી ટ્રીન્ટમેન્ટ આપી હતી, પણ આ દરમ્યાન બાળકને ફિટ આવતાં તેનું મૃત્યુ થયું હતું.’
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK