Breaking: આનંદીબેન પટેલ બન્યા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ
આનંદીબેન પટેલ બન્યા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણુંક કરવામાં આવી છે. આનંદીબેન પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા હતા. જ્યારે જગદીપ ધાનકરને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ બનાવવામાં આવે છે. જ્યારે રમેશ બૈસ ત્રિપુરાના રાજ્યપાલ બન્યા છે.
Anandiben Patel, Governor of Madhya Pradesh is transferred & appointed as Governor of Uttar Pradesh, Jagdeep Dhankhar as Governor of West Bengal, Ramesh Bais as Governor of Tripura. pic.twitter.com/XQZ1JwSK7X
— ANI (@ANI) July 20, 2019
ADVERTISEMENT
અનેક રાજ્યો રાજ્યપાલની બદલી કરવામાં આવી છે, એ સિવાય અનેક રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણુંક કરવામાં આવા છે. બિહારના રાજ્યપાલ લાલજી ટંડનને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. ત્યારે ફાગૂ ચૌહાણને બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આર એન રવિને નાગાલેન્ડના રાજ્યપાલના રૂપમાં નિમવામાં આવ્યા છે. આ નિમણુંકની તારીખો એ દિવસની અમલમાં આવશે જ્યારે તેઓ પોતાના કાર્યાલયોનો કાર્યભાર સંભાળશે.