Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > એલિફન્ટ સૅન્ટાએ લાલ ટોપીની સાથે માસ્ક પહેરીને વહેંચી ગિફ્ટ્સ

એલિફન્ટ સૅન્ટાએ લાલ ટોપીની સાથે માસ્ક પહેરીને વહેંચી ગિફ્ટ્સ

25 December, 2020 09:29 AM IST | Thailand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એલિફન્ટ સૅન્ટાએ લાલ ટોપીની સાથે માસ્ક પહેરીને વહેંચી ગિફ્ટ્સ

એલિફન્ટ સૅન્ટાએ લાલ ટોપીની સાથે માસ્ક પહેરીને વહેંચી ગિફ્ટ્સ


થાઇલેન્ડમાં સૅન્ટા ક્લોઝની પધરામણી હાથીઓના રૂપે થઈ હતી.  આ સાન્તા પરંપરાગત ગાડીઓમાં આવવાને બદલે એક હાથીના રૂપમાં આવ્યા હતાં અને તેમણે સેંકડો બાળકોમાં ફેસમાસ્ક વહેંચ્યા હતાં.

સાન્તાની કેપ પહેરીને હાથી પર બેઠેલા મહાવતે રસ્તા પર ફરી રહેલા લોકોમાં કેપ વહેંચવા ઉપરાંત હાથીની સુંઢમાં પકડેલી બાસ્કેટમાંથી સ્કુલના બાળકો અને ડ્રાઇવર્સને પ્રોટેક્ટિવ માસ્કની વહેંચણી કરી હતી. આ પ્રાંતમાં છેલ્લા બે દાયકાથી વર્ષના અંતે ક્રિસમસ દરમ્યાન હાથીઓ સુંઢથી બાળકોમાં કેન્ડી અને રમકડાંની ગિફ્ટની વહેંચણી કરે છે જોકે આ વર્ષે મહામારીને ધ્યાનમાં રાખી સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરી સ્કુલની બહાર જ રહીને હાથીએ બાળકોને કેન્ડી અને રમકડાંને બદલે બાળકોમાં ફેસમાસ્કની વહેંચણી કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

25 December, 2020 09:29 AM IST | Thailand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK