અમાસના કારણે ડરીને ભરી દીધા વહેલાં ફોર્મ

રશ્મિન શાહ | સુરત | Apr 05, 2019, 08:04 IST

મંગળવારે રાતે નામ જાહેર થયા પછી પણ કાર્યકરો સાથે રેલી સાથે ફોર્મ ભરવા જવાને બદલે કૉન્ગ્રેસના સુરતના ઉમેદવાર અશોક અધેવાડા અને દર્શના જરદોશે બુધવારે સાંજે વિનંતી કરીને કલેક્ટરને ફોર્મ સબમિટ કરી દીધાં

અમાસના કારણે ડરીને ભરી દીધા વહેલાં ફોર્મ
ભાજપના ઉમેદવાર દર્શના જરદોષ

અમાસ અને અમાસી-ચૌદસના દિવસે શુભકાર્ય ન થાય એવી માન્યતા અને અંધશ્રધ્ધાથી ડરીને સુરતના બીજપીના ઉમેદવાર દર્શના જરદોશ અને કૉન્ગ્રેસના ઉમેદવાર અશોક અધેવાડાએ રેલી કે પછી શક્તિ પ્રદર્શનનો આગ્રહ રાખ્યા વિના બુધવારે મોડી સાંજે જ ફોર્મ ભરી દીધા હતા, જેની માટે તેમણે સુરતના કલેક્ટર ડો.ધવલકુમાર પટેલને વિનંતી પણ કરી હતી, જે તેમણે માન્ય રાખી હતી.

ashok adhevada

કોંગ્રેસના ઉમેદવાર અશોક અધેવાડા

ફોર્મ ભરવા માટે દર્શના જરદોશ સૌથી પહેલાં પહોંચ્યા હતા, તેમણે સાંજે ચાર વાગ્યે ફોર્મ ભયુર્ હતું જ્યારે કૉન્ગ્રેસના અશોકભાઈએ રોકડાં સાત જણની હાજરીમાં સાંજે સાત વાગ્યે ફોર્મ સબમિટ કર્યું હતું. અશોકભાઈએ કહ્યું હતું, ‘હું તો માનતો નથી પણ વડિલો માનતાં હોય તો તેમની માન્યતાને માન પણ આપવું જોઈએ.’

આ પણ વાંચોઃ સુરતઃ ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થયું 'દે ધના ધન'

બીજેપી અને કૉન્ગ્રેસના આ બન્ને કેન્ડિડેટે પરમદિવસે ફોર્મ ભર્યા અને એ પછી ગઈકાલે શક્તિ પ્રદર્શન યોજતી રેલી પણ કાઢી હતી.

 

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK