ઈડીએ બાયોટોર ઇન્ડસ્ટ્રીઝની 34 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી

Published: Dec 08, 2019, 12:44 IST | Ahmedabad

ગુજરાતની વધુ એક કંપની મની લોન્ડરિંગના આરોપમાં ફસાઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુજરાતની કંપની બાયોટોર ઇન્ડસ્ટ્રીઝની ૩૪ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. ઈડીએ શનિવારે આ માહિતી આપી હતી.

(જી.એન.એસ.) ગુજરાતની વધુ એક કંપની મની લોન્ડરિંગના આરોપમાં ફસાઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુજરાતની કંપની બાયોટોર ઇન્ડસ્ટ્રીઝની ૩૪ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. ઈડીએ શનિવારે આ માહિતી આપી હતી. ઈડીએ એક નિવેદનમાં જણાવ્યું કે બાયોટોર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને તેના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ એમ. કાપડિયા તથા અન્યોની વિરુદ્ધ તપાસ ચાલી રહી છે.

વધુમાં જણાવ્યું કે આરોપીઓ દ્વારા ૨૦૦૭થી ૨૦૦૯ દરમ્યાન બોગસ કે નકલી બિલો અને રિસિપ્ટ મારફતે ૨૫૦ કરોડ રૂપિયાની હેરા-ફેરી કરાઈ હોવાની માહિતી મળી છે. ઈડીએ કહ્યું કે કેજીએન ગ્રુપ ઑફ કંપનીઝના માલિક આરિફ ઇસ્માઇલભાઈ મેમણે રાજેશ કાપડિયા તેમ જ અન્યોની સાથે સાઠગાંઠ કરીને મની લોન્ડરિંગ દ્વારા નાણાંની લેવડ-દેવડમાં મોટી ભૂમિકા ભજવી હતી. વધુમાં જણાવ્યું કે મેમણે કથિત ગેરરીતિ આચરીને ૬૨ કરોડ રૂપિયા કેજીએન ગ્રુપ ઑફ કંપનીઝના અકાઉન્ટમાં જમા કર્યા હતા.

ઈડીએ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ કેજીએન એન્ટરપ્રાઇસિસ લિમિટેડ અને સૈલાની એગ્રોટેક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ગુજરાતના ખેડા જિલ્લાની હરિયાલા ગામમાં આવેલી જમીન, પ્લાન્ટ અને મશીનરી તથા અમદાવાદના પાલડી વિસ્તારમાં મેમણની રેસિડેન્શિયલ પ્રોપર્ટીને ટાંચમાં લીધી છે. ટાંચમાં લેવાયેલી સંપત્તિઓનું કુલ મૂલ્ય ૩૪.૪૭ કરોડ રૂપિયા છે.

Loading...

Tags

gujarat
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK