ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી બન્યા મિકેનિક

Updated: May 11, 2019, 18:03 IST | હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશમાં રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર લેન્ડ થયા પછી પાયલટે કહ્યું કે વિમાનના દરવાજામાં કંઇક તકલીફ સર્જાઇ છે ત્યારે પાયલટની મદદે પહોચ્યાં રાહુલ ગાંધી.

રાહુલ ગાંધી
રાહુલ ગાંધી

કૉન્ગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણીના છઠ્ઠા તબક્કાના પ્રચાર માટે હિમાચલ પ્રદેશના ઉના પહોંચ્યા હતા. ઉનાના સલોગ ગ્રાઉન્ડ પર તેમનું હેલિકોપ્ટર લેન્ડ થતાં તેના દરવાજામાં કંઇક ખામી સર્જાઇ હોવાથી પાયલટ તેને બરાબર કરી રહ્યો હતો, આ જોઇ રાહુલ ગાંધીએ પોતે પાયલટ પાસે જઇ અને દરવાજો પકડી લીધો, અને પાયલટને મદદ કરી. હેલિકોપ્ટરના દરવાજાની રબર નીકળી ગઇ હતી જેને બરાબર બેસાડવા માટે પાયલટની મદદે ઊભા રહેલા રાહુલ ગાંધીએ હેલિકોપ્ટરનો દરવાજો પકડ્યો અને પાયલટે દરવાજામાં રબર સરખી કરી અને પછી રાહુલે પાતે વિમાનનો દરવાજો બંધ કરીને ચકાસ્યું. આ ઘટના બાદ પાયલટે તેમને બેસવાનો આગ્રહ કર્યો.

ચૂંટણી પ્રચાર દરમિયાન હિમાચલ પ્રદેશના ઉનામાં હેલિકોપ્ટર લેન્ડ થયા બાદ ગેલિકોપ્ટરાન દરવાજાનું રબર નીકળી જવાથી દરવાજો બરાબર બંધ થઇ શકતો ન હોવાથી તેની જાણ થતાં જ રાહુલ ગાંધી પોતે જ મિકેનિક બની પાયલટની મદદ કરવા પહોંચી ગયા. દરમિયાન તેમની ટીમના કોઇક સભ્યએ ફેસબુક લાઇવ શરૂ કરી દીધું.

જુઓ વીડિયો

ચૂંટણી રેલી દરમિયાન માત્ર એટલું જ નહીં પણ રાહુલ ગાંધી સુરક્ષા ઘેરાને તોડીને ગ્રાઉન્ડ બહાર આવેલા એક ઘરે પહોંચી ગયા હતા. પોતાના ઘરે રાહુલ ગાંધી આમ એકાએક આવેલા જોઇ ઘરની મહિલાઓ અને બાળકોને આશ્ચર્ય થયું એટલું જ નહીં દરમિયાન રાહુલ ગાંધીએ બાળકોને પાસે બોલાવ્યા સેલ્ફી લીધી અને સાથે ફેસબુક પોસ્ટ પણ કરી અને કૅપ્શન આપ્યું "અંદાજ જુદા હૈ ઔરો સે".

આ પણ વાંચો : મોદી જન્મથી OBC હોત તો RSS ક્યારેય તેમને પીએમ ન બનવા દેત : માયાવતી

આ પહેલા રાહુલ ગાંધીએ ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. આ પ્રહારો દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું, ગાડીમાં આવતી વખતે હમીરપુર કોંગ્રેસના ઉમેદવાર રામ લાલે જણાવ્યું કે તેઓ ઇન્ટરનેશનલ કબડ્ડીના પ્લેયર હતા. વર્ષો સુધી કબડ્ડી રમ્યા છે, તેઓ પોતાના કોચ અને ટીમની વાત સાંભળતા હતા. પરંતુ નરેન્દ્ર મોદીએ પોતાના કોચ (લાલ કૃષ્ણ અડવાણી)ને સાઇડલાઇન કરી દીધા છે. મોદીએ પોતાની ટીમની પણ ઇજ્જત કરી નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK