મોદી જન્મથી OBC હોત તો RSS ક્યારેય તેમને પીએમ ન બનવા દેત : માયાવતી

Published: 11th May, 2019 08:16 IST | દિલ્હી

બસપાનાં પ્રમુખે કહ્યું કે જાતિવાદના અભિશાપથી પીડિત લોકો કેવી રીતે એનો સામનો કરે છે, તેમને ખબર હોવી જોઈએ. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી જન્મથી ઓબીસી નથી એ વાત સમગ્ર દેશ જાણે છે.

માયાવતી (File Photo)
માયાવતી (File Photo)

બસપાનાં પ્રમુખે કહ્યું કે જાતિવાદના અભિશાપથી પીડિત લોકો કેવી રીતે એનો સામનો કરે છે, તેમને ખબર હોવી જોઈએ. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી જન્મથી ઓબીસી નથી એ વાત સમગ્ર દેશ જાણે છે.

લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કા પહેલાં બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા છે. માયાવતીએ આરોપ લગાવ્યો છે કે નરેન્દ્ર મોજી જન્મથી પછાત નથી, બસ રાજકીય ફાયદા માટે તેઓ આવું કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાથી જ માયાવતી અને નરેન્દ્ર મોદી વચ્ચે જાતિ-ટિપ્પણીને લઈને વિવાદ ચાલી રહ્યો છે.

આ પણ વાંચોઃ સિખ રમખાણો હુઆ તો હુઆ કમૅન્ટ બદલ સૅમ પિત્રોડાએ માફી માગી

બસપાનાં સુપ્રીમોએ કહ્યું કે ‘જાતિવાદના અભિશાપથી પીડિત લોકો કેવી રીતે તેમનો સામનો કરે છે એની જાણ થવી જોઈએ. નરેન્દ્ર મોદી ઓબીસી નથી એ વાત સમગ્ર દેશ જાણે છે. માયાવતીએ આરોપ લગાવ્યો કે જાતિવાદનો દંશ શું હોય છે એની તેમને નથી ખબર, કારણ કે તેમણે ક્યારેય એનો સામનો કર્યો નથી. વડા પ્રધાન તરફથી મહાગઠબંધનને લઈને સતત કરવામાં આવેલી નિવેદનબાજી પર માયાવતીએ કહ્યું કે ગઠબંધન માટે પીએમએ આ પ્રકારની ખોટી વાતો ન કરવી જોઈએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK