કોરોનાના કેર વચ્ચે ૭-૮ એપ્રિલે હવામાનમાં પલટો આવવાની આગાહી

Published: Apr 03, 2020, 14:51 IST

તારીખ ૪-૫-૬માં અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, ડીસાના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન ૪૧ ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે એમ છે.

ફાઇલ ફોટો
ફાઇલ ફોટો

આગામી દિવસોમાં પશ્ચિમી વિક્ષેપથી થયેલા વિપર્યાયથી જનજનમાં હાનિ થવામાં હતી ત્યારે આગામી દિવસોમાં ગરમી વધી શકે તેમ છે. તારીખ ૪-૫-૬માં અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, ડીસાના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન ૪૧ ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે એમ છે.

જૂનાગઢ, સુરત, ભુજના ભાગોમાં પણ ગરમી રહી. તા.૭-૮માં હવામાનમાં પલટો આવી શકે છે. વાદળછાયું રહે. પુનઃ તા ૧૩થી ૧૫માં હવામાનમાં પલટો આવી શકે અને તા. ૧૭ સુધીમાં દેશના ઉત્તરીય પશ્ચિમી ભાગોમાં કમોસમી વરસાદ કે કરા પડી શકે તેમ છે. ૨૦ એપ્રિલ બાદ સાગરમાં પણ હવાનાં દબાણો ઊભાં થાય એમ છે. ૨૦૨૦ના ચોમાસા અંગે જોતાં આ વખતે સમુદ્રના પ્રવાહો તટસ્થ રહેવાની ધારણા રહે, જેના લીધે ગઈ સાલના ચોમાસા કરતાં આ વખતના ચોમાસાના સ્વરૂપમાં બદલો પણ આવી શકે.

ગઈ વખતે ૧૪૫ ટકા વરસાદ થયો હતો, પરંતુ આ વર્ષે ચોમાસાનું સ્વરૂપ બદલાઈ શકે. આ વર્ષે માપસરનો પડે, કારણ કે બંગાળના ઉપસાગર અને અરબી સાગરની ગરમીનું પ્રમાણ જળવાઈ રહે. ચૈત્ર માસ શરૂ થવા છતાં પણ હજી સુધી ગરમી શરૂ થઈ નથી. રાત્રિના સમયે ગુલાબી ઠંડીનો અનુભવ શહેરી જનો કરી રહ્યા છે. દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડીના કારણે બેવડી ઋતુથી રોગચાળાને આમંત્રણ આપતું વાતાવરણ સર્જાયું છે. હવે ચૈત્રના દનૈયા તપે એની હવામાન ખાતાના નિષ્ણાતો રાહ જોઈ રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK