દિલ્હી: કૃત્રિમ વરસાદનો પ્લાન ઠેલાયો પાછો, ચંદ્રયાનને કારણે નહીં મળે પ્રદૂષણમુક્તિ

Updated: 27th December, 2018 14:39 IST | New Delhi

દિલ્હીમાં પ્રદૂષણના અતિશય વધી ગયેલા સ્તરને કારણે કૃત્રિમ વરસાદ દ્વારા રાહત મેળવવાનો પ્લાન કરવામાં આવ્યો હતો. પરંતુ, ચંદ્રયાન-2ના કારણે હવે હાલ તો દિલ્હી પ્રદૂષણમુક્ત નહીં થાય.

દિલ્હીમાં પ્રદૂષણના વધી ગયેલા સ્તરે લોકોનું જીવન પણ બેહાલ કરી દીધું છે. 
(ફાઇલ)
દિલ્હીમાં પ્રદૂષણના વધી ગયેલા સ્તરે લોકોનું જીવન પણ બેહાલ કરી દીધું છે. (ફાઇલ)

દિલ્હીના શ્વાસ પ્રદૂષણના કારણે હાંફી રહ્યા છે. ગળું રૂંધી નાખે તેવી હવામાં અહીંના લોકોને એક-એક શ્વાસ ભારે પડી રહ્યો છે. એવામાં તાજેતરમાં કૃત્રિમ વરસાદથી એક આશાનું કિરણ દેખાયું હતું. કહેવામાં આવી રહ્યું હતું કે કૃત્રિમ વરસાદ કરાનીને પ્રદૂષણના સ્તરને નીચલા સ્તર પર લાવવામાં આવશે. પરંતુ આ યોજનાને ચંદ્રયાન-2ની નજર લાગી ગઈ છે.

દિલ્હીમાં કૃત્રિમ વરસાદ કરાવવાની યોજના પર ચંદ્રયાન-2ની નજર લાગી ગઈ છે. આ અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણકે ભારતના આ મહત્વાકાંક્ષી અભિયાનના કારણે હવે દિલ્હીમાં કૃત્રિમ વરસાદ નહીં પડે. એટલા માટે કારણકે જે વિશિષ્ટ વિમાનથી આ કૃત્રિમ વરસાદ પાડવાનો હતો, તે ચંદ્રયાન-2ના અભિયાનમાં ઉપયોગમાં લેવાયું છે.

આઇઆઇટી કાનપુર અને ઇસરોએ બનાવી હતી યોજના

પ્રદૂષણના વધી ગયેલા સ્તરથી દિલ્હીને બચાવવાનો આ પ્રયોગ પર્યાવરણ મંત્રાલયએ આઇઆઇટી કાનપુર અને ઇસરોની સાથે મળીને ગયા મહિને તૈયાર કર્યો હતો. આ માટે મંત્રાલયે તમામ સંબંધિત વિભાગો પાસેથી પરવાનગી માંગી લીધી હતી, પરંતુ તે સમયે વાદળાઓ દિલ્હીની ઉપર ન આવ્યા અને આખી યોજના લટકી ગઈ હતી. જોકે એમ કહેવામાં આવ્યું હતું કે જેવા વાદળા આવશે કૃત્રિમ વરસાદ કરાવવામાં આવશે.

બેવડો માર સહન કરી રહ્યું છે દિલ્હી

દિલ્હી એક બાજુ ઠંડીમાં થથરી રહ્યું છે અને બીજી બાજુ પ્રદૂષણના વધી ગયેલા સ્તરે લોકોનું જીવન પણ બેહાલ કરી દીધું છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને આ વધી ગયેલા પ્રદૂષણથી ઘણી તકલીફો થઈ રહી છે. આ પરિસ્થિતિમાં જ્યારે એવા સમાચાર આવે કે હવે કૃત્રિમ વરસાદ નહીં થાય તો આ સમાચાર નિરાશા ઉપજાવવાની સાથે શ્વાસ પણ ફુલાવી દે છે. હાલ તો એમ જ કહી શકાય કે ચંદ્રયાન-2 અભિયાનના કારણે રાજધાનીમાં કૃત્રિમ વરસાદ કરાવવાનો પ્રયોગ ટળી ગયો છે. આ વિશેષ વિમાન આગામી કેટલાક મહિનાઓ સુધી આ જ કામમાં વ્યસ્ત રહેશે. આ અભિયાનના પ્રમુખ આઇઆઇટી, કાનપુરના પ્રોફેસર સચ્ચિદાનંદ ત્રિપાઠીનું કહેવું છે કે ઇસરોના વિમાનની વ્યસ્તતાને જોતા હવે તેઓ આ પ્રકારના કામમાં ઉપયોગી થાય તેવા કેટલાક નાના વિમાનોની શોધ કરી રહ્યા છે.

મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે દિલ્હી માટે આ પ્રયોગ એટલા માટે પણ મહત્વનો છે કારણકે અહીંયા વર્ષમાં ઘણીવાર એવી સ્થિતિ ઊભી થાય છે કે જ્યારે પ્રદૂષણનું સ્તર ખતરનાક સ્થિતિમાં પહોંચી જાય છે. એવામાં કૃત્રિમ વરસાદથી તેને ઓછું કરી શકાય છે. હાલના સમયમાં દુનિયાના ઘણા દેશ આ ટેક્નીકનો ઉપયોગ કરે છે.

First Published: 27th December, 2018 14:28 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK