વિશ્વની સૌથી વ્યાપક ઇમ્યુનાઇઝેશન ડ્રાઇવ માટે સજ્જ થતા ભારત સરકારના આરોગ્ય ખાતાના તંત્રે ગઈ કાલે દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ડ્રાય રનની કાર્યવાહી પૂર્ણ કરી હતી. રસીકરણના મહાઅભિયાનમાં વહીવટી તંત્રની સજ્જતા, આયોજન અને અમલ વચ્ચે તફાવત, સપ્લાય, ડિસ્ટ્રિબ્યુશન અને રસી આપવાની કાર્યવાહી તેમ જ સમન્વય સંબંધી વિશેષ બાબતો અને સમસ્યાઓની વાસ્તવિક સમજ મેળવવા માટે ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું. ડ્રાય રનની કવાયતમાં દિલ્હી, પંજાબ, હરિયાણા, આંધ્ર પ્રદેશ, આસામ અને ગુજરાત સહિત અનેક રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો સામેલ થયાં હતાં.
Share Market: સેન્સેક્સમાં 834 અંકનો ઉછાળો, Bajaj Finservના શૅરમાં ઉછાળો
19th January, 2021 15:45 ISTવિધાનસભા ચૂંટણી પહેલાં બંગાળમાં રાજકીય ઘમસાણ
19th January, 2021 14:18 ISTદિલ્હીમાં કોણ આવશે, કોણ નહીં એ પોલીસ નક્કી કરશે: ખેડૂતોની ટ્રૅક્ટર-રૅલી પર સુપ્રીમનું નિવેદન
19th January, 2021 14:16 ISTવડા પ્રધાન મોદીની અમદાવાદ અને સુરતને મેટ્રોની ગિફ્ટ
19th January, 2021 14:13 IST