નવરાત્રિ જોઈને પાછા આવી રહેલા 6 ટીનેજરનાં અકસ્માત થતાં મૃત્યુ

Published: 25th October, 2012 04:55 IST

વસઈના કામણ-ભિવંડી રોડ પર બોલેરો ગાડીમાં આવી રહેલા ૧૭થી ૧૯ વયના ટીનેજરોની ગાડીનો મંગળવારે મોડી રાત્રે અકસ્માત થયો હતો.

એમાં છ ટીનેજરનાં મૃત્યુ થયાં હતાં અને એક જણ ગંભીર જખમી થયો હતો. મંગળવારે મોડી રાત્રે અઢી વાગ્યાની આસપાસ ટીનેજરોનું ગ્રુપ દુર્ગામાતાનાં દર્શન કર્યા બાદ ગરબા રમીને ઘરે પાછું આવી રહ્યું હતું. આ ગ્રુપ ભિવંડીના પાયે ગામમાં રહે છે. ટીનેજરો પોતાની મસ્તીમાં હતા તેથી તેમનું ગાડીની સ્પીડ પર નિયંત્રણ ન રહેતાં ગાડી ડિવાઇડર તોડીને સામેના રસ્તા પરથી જઈ રહેલા કન્ટેનર સાથે જોરદાર અથડાઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ અકસ્માતમાં ગાડીમાં સવાર છ ટીનેજરો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા અને એક જણને ભિવંડીની પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની પણ હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK