ડ્રગ્સ કેસ: દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશના ઘરે NCBના દરોડા, ડ્રગ્સનો જથ્થો જપ્ત

Published: 27th October, 2020 20:56 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

થોડાં દિવસ પહેલાં દીપિકા અને કરિશ્મા વચ્ચે ડ્રગ્સને લઈને થયેલી વાતચીત સામે આવી હતી

દીપિકા પાદુકોણ મેનેજર સાથે (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)
દીપિકા પાદુકોણ મેનેજર સાથે (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)

બૉલીવુડના ડ્રગ્સ કેસમાં આજે નવો વળાંક આવ્યો છે. અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની મેનેજર કરિશ્મા પ્રકાશ ()ના ઘરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મંગળવારે દરોડા પાડ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કરિશ્માના ઘરેથી ડ્રગ્સની કંઝપ્શન ક્વોન્ટિટી જપ્ત થઈ છે. જે બાદ તેમની ફરી પૂછપરછ માટે NCBએ સમન્સ મોકલ્યું છે. NCB આ પહેલાં પણ કરિશ્માની બે વખત પૂછપરછ કરી ચુક્યું છે. એક વખત દીપિકા પાદુકોણને સામે બેસાડીને પણ કરિશ્માની પૂછપરછ કરવામાં આવી હતી.

સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, જ્યારે NCBએ દરોડા પાડયા ત્યારે કરિશ્મા પ્રકાશ પોતાના ઘરમાં હાજર ન હતી. જે બાદ NCBએ ઘર પર સમન્સ ચોંટાડ્યું હતું. NCB સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કરિશ્માનું નામ કેટલાંક ડ્રગ્સ પેડલરે પૂછપરછ દરમિયાન આપ્યું હતું.

થોડાં દિવસો પહેલાં દીપિકા પાદુકોણ અને કરિશ્મા વચ્ચે ડ્રગ્સને લઈને થયેલી વાતચીત સામે આવી હતી. દીપિકા-કરિશ્મા વચ્ચે આ વાતચીત 28 ઓક્ટોબર 2017નાં રોજ થઈ હતી. કરિશ્મા સાથે થયેલી વાતચીતમાં દીપિકાએ 'hash' અને 'weed' જેવાં શબ્દોનો ઉપયોગ કર્યો હતો. પ્રતિબંધિત ડ્રગ્સ સાથે જોડાયેલી ભાષામાં hashનો ઉપયોગ હશીશ માટે થાય છે. જો કે બંને વચ્ચે થયેલી વાતચીતમાં તે સ્પષ્ટ નથી થયું કે 'hash' અને 'weed'નો ઉપયોગ કોના માટે કરવાનો હતો. આ ડ્રગ્સના પ્રમાણનો પણ કોઈ જ ઉલ્લેખ થયો ન હતો, પરંતુ આ વોટ્સએપ ચેટ દીપિકાની મુશ્કેલી વધારવા માટે પુરતી છે.

તમને જણાવી દઈએ કે, દીપિકાની મેનેજર તરીકે કામ કરતી કરિશ્મા પ્રકાશ 'ક્વાન' નામની એક સેલિબ્રિટી મેનેજમેન્ટ કંપનીમાં કામ કરે છે. આ કંપની 40થી વધુ બોલીવુડ સેલિબ્રિટીઝને ટેલેન્ટ મેનેજરની ફેસિલિટી પુરી પાડે છે. રિયા ચક્રવર્તીની મેનેજર જયા સાહા પણ આ કંપની માટે જ કામ કરે છે. જયા, કરિશ્માની સીનિયર છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK