મારા પિતા અને પીએમ મોદી વચ્ચે અસામાન્ય સંબંધો : ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયર

Published: 19th October, 2020 14:04 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

જૂનિયર ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પીએમ મોદીના ભાષણોનું પોતાના ચૂંટણી પ્રચારમાં ખૂબ જ ઉપયોગ કરી રહ્યા છે.

મોદી ટ્રમ્પ (ફાઇલ ફોટો)
મોદી ટ્રમ્પ (ફાઇલ ફોટો)

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચાર દરમિયાન રાષ્ટ્રપતિ (American President) ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના દીકરા ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે (Donald Trump Junior) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સાથેના સંબંધોના ખૂબ જ વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે હું સમજું છું કે મારા પિતા અને પીએમ મોદી (PM Modi) વચ્ચે અવિશ્વસનીય સંબંધો છે. ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે (Donald Trump Junior) કહ્યું કે આ સંબંધો જવા તેમની માટે સન્માનની વાત છે. જૂનિયર ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પીએમ મોદી (PM Modi)ના ભાષણોનું પોતાના ચૂંટણી પ્રચારમાં ખૂબ જ ઉપયોગ કરી રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે કહ્યું, "હું સમજું છું કે મારા પિતા ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે અવિશ્વસનીય એવા સંબંધો છે... આ જોવા એક સન્માનની વાત છે. મને આ ગમે છે કે બન્ને વચ્ચેના સંબંધો સારા અને ગાઢ છે જે ભવિષ્યમાં અમારા બન્ને દેશોને ખૂબ જ ફાયદો કરાવશે." જણાવવાનું કે તાજેતરમાં અમેરિકામાં રહેતા 20 લાખથી વધારે પ્રભાવશાળી ભારતીય-અમેરિકન મતદાતાઓને લલચાવવાનો હેતુ છે, ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચાર અભિયાન પ્રબંધકોએ વીડિયો તરીકે જાહેરાત પણ શૅર કરી હતી.

આ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણો અને ટ્રમ્પના અમદાવાદના ઐતિહાસિક સંબોધનની સંક્ષિપ્ત ક્લિપ સામેલ હતી. અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થવાની છે અને પ્રચાર અભિયાન પોતાની ચરમ સીમાએ છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકન રાષ્ટ્રપતિની ભારત યાત્રા દરમિયાન મોદી અને ટ્રમ્પે અમદાવાદમાં ભારે સંખ્યામાં એકઠી થયેલી ભીડનું સંબોધન કર્યું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયર ભારતીય સમુદાયો સાથે સારી રીતે જોડાયા
ટ્રમ્પ સાથે તેમની પત્ની મેલાનિયા, દીકરી ઇવાન્કા, જમાઇ જેરેડ કુશનર અને તેમના પ્રશાસનના શીર્ષ અધિકારી પણ ભારત પ્રવાસ પર આવ્યા હતા. 'ટ્રમ્પની વીક્ટ્રી ફાઇનાન્સ કમિટી'ના રાષ્ટ્રીય અધ્યક્ષ કિમ્બર્લી ગુઇલફૉયલે એક ટ્વીટમાં વીડિયો વિજ્ઞાપન જાહેર કરતા કહ્યું, "અમેરિકાના ભારત સાથે ઘણાં સારા સંબંધો છે અને અમારા અભિયાનને ભારતીય-અમેરિકન્સનું સમર્થન પણ મળે છે."

પ્રચાર અભિયાનનું નેતૃત્વ કરતા રાષ્ટ્રપતિના દીકરા ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયર ભારતીય-અમેરિકન સમુદાય સાથે ખૂબ જ સારી રીતે જોડાયેલા છે. તેમણે પણ આ રીટ્વીટ કર્યું છે. આ જાહેરાત ખૂબ જ ઓછા સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. 'ફોર મોર ઇયર્સ' નામના શીર્ષકવાળું 107 સેકેન્ડનો આ વીડિયો મોદી અને ટ્રમ્પના ફુટેજ સાથે શરૂ થાય છે જેમાં બન્ને ગયા વર્ષે વડાપ્રધાન મોદીની અમેરિકન યાત્રા દરમિયાન હ્યૂસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં હાથમાં હાથ લઈને ચાલી રહ્યા હતા.

'મોદીએ ભાષણમાં ટ્રમ્પના કર્યા વખાણ'
તે સમયે વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશોના નેતાઓ 50,000થી વધારે સંખ્યામાં આવેલા ભારતીય-અમેરિકનને સંબોધિત કર્યા હતા. અમેરિકામાં પોતાના હજારો સમર્થકો વચ્ચે, મોદીએ તે ભાષણમાં ટ્રમ્પના ખૂબ જ વખાણ કર્યા હતા. 'ટ્રમ્પ વિક્ટ્રી ઇન્ડિયન અમેરિકન ફાઇનાન્સ કમિટી'ના સહ-અધ્યક્ષ અલ મેસને વીડિયોની રૂપ-રેખા નક્કી કરી છે. મોદી ભારતીય-અમેરિકન્સ વચ્ચે અત્યાધિક લોકપ્રિય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK