બૉસને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપીને પૈસા પડાવતી ઠગ મહિલા પકડાઈ

Published: 17th December, 2014 06:14 IST

પત્નીને પણ આ વાતની ખબર પડી ગઈ ત્યારે ઇન્ડિયન ઑઇલના ડેપ્યુટી જનરલ મૅનેજરને હાર્ટ-અટૅક આવી ગયોબળાત્કારના આરોપની ધમકી માત્રથી પોતાના બૉસની કારકિર્દી જોખમમાં આવશે એવી જાણકારી હોવાથી ઇન્ડિયન ઑઇલની એક ભૂતપૂર્વ કર્મચારીએ તેને ધમકી આપી હતી કે જો તેને ૧૦ લાખ રૂપિયા ન આપે તો તેમની વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ કરીશ. આ ધમકીથી યુવતીના બૉસ એટલાબધા ટેન્શનમાં આવી ગયા હતા કે તેમને ગયા વર્ષે હાર્ટ-અટૅક આવ્યો હતો. પોલીસે આ મહિલાની ધરપકડ કરી છે.

DN નગર પોલીસ-સ્ટેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ ૩૫ વર્ષની તંદ્રા ઘોષ નામની યુવતી ૨૦૧૩માં છ મહિના માટે ઇન્ડિયન ઑઇલ કંપનીમાં કામ કરતી હતી. આ સમય દરમ્યાન તેણે કંપનીના ડેપ્યુટી જનરલ મૅનેજર મનોજકુમાર પાંડાનો સંપર્ક કરીને ૧૦ લાખ રૂપિયાની માગણી કરી હતી. પાંડાને લાગ્યું હતું કે તે લોનની માગણી કરે છે એથી તેમણે પૈસા આપવાનો ઇનકાર કયોર્ હતો. થોડા દિવસ પછી તંદ્રાએ ફરી પાછી પૈસાની માગણી કરી હતી. ત્યારે પાંડાએ ફરી ઇનકાર કરતાં તંદ્રાએ પાંડાને ધમકી આપવાનું શરૂ કર્યું હતું. પાંડા નિદોર્ષ હોવાથી તેમણે પૈસા આપવાનો ઇનકાર કયોર્ હતો. એ દરમ્યાન તંદ્રાએ નોકરી છોડી દીધી હતી. ત્યાર બાદ પણ તંદ્રાએ પાંડાનો પીછો નહોતો છોડ્યો. દરમ્યાન આ બાબતની જાણ પાંડાની પત્નીને થતાં શૉકથી પાંડાને હાર્ટ-અટૅક આવ્યો હતો. પાંડાની પત્નીએ તેમને તંદ્રાને પૈસા આપવાની સલાહ આપી હતી. પાંડાએ વાટાઘાટો કરીને તંદ્રાને ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા, કારણ કે તેમનું પ્રમોશન થવાનું હતું, પરંતુ ત્યાર બાદ પણ તંદ્રાની ધમકી અને માગણી ચાલુ રહેતાં પાંડાએ DN નગર પોલીસ-સ્ટેશનનો સંપર્ક કયોર્ હતો. પોલીસે પાંડાની ફરિયાદ નોંધીને તંદ્રા માટે છટકું ગોઠવ્યું હતું અને તંદ્રાને ૫૦,૦૦૦ રૂપિયા લેતાં રંગેહાથ ઝડપી લીધી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK