રક્ષાબંધન દિવસે ધ્રોલ-થાનગઠમાં 1 ઈંચ વરસાદ : રાજકોટ, પાલીતાણામાં અડધો ઈંચ

Published: Aug 15, 2019, 19:15 IST | Rajkot

બુધવારથી રાજ્ય સહીત રાજકોટ શહેરમાં સર્વત્ર વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને હળવાથી ભારે ઝાપટા વરસ્યા હતા. ત્યારે આજે (ગુરૂવારે) પણ સવારથી સાંજ સુધીમાં ઝાપટાથી માંડીને 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

રાજકોટમાં વરસાદ
રાજકોટમાં વરસાદ

Rajkot : રાજકોટ સહીત ગુજરાતમાં મેઘરાજાએ વિરાલ લીધો હતો. ત્યારે આ વિરામ બાદ ગઇ કાલથી એટલે કે બુધવારથી રાજ્ય સહીત રાજકોટ શહેરમાં સર્વત્ર વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને હળવાથી ભારે ઝાપટા વરસ્યા હતા. ત્યારે આજે (ગુરૂવારે) પણ સવારથી સાંજ સુધીમાં ઝાપટાથી માંડીને 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આજે સવારથી અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને હળવો-ભારે વરસાદ વરસ્યો હતો.

ધ્રોલમાં 1 ઇંગ વરસાદ ખાબક્યો
તો અન્ય શહેરોની વાત કરીએ તો જામનગર જીલ્લાના ધ્રોલમાં 1 ઇંચ વરસાદ
  વરસ્યો છે. જયારે સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢમાં પણ 1 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજકોટ, તળાજા, પાલીતાણા, વલ્લભીપુર, લાઠીમાં હળવા-ભારે ઝાપટારૂપે અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. રાજકોટ-ગોંડલ હાઇવે, રાજકોટ-અમદાવાદ હાઇવે, ડોળીયા બાઉન્ડ્રી, રાજકોટ-જામનગર હાઇવે સહીતના વિસ્તારોમાં પણ વારંવાર ભારે ઝાપટા વરસી રહયા છે. માળીયા મિયાણા, કોટડા સાંગાણી, જસદણ, લોધીકા, લીલીયા, ગાંધીધામ, રાણપુર, ચુડા, પાટડી, લખતર, લીંબડી, વઢવાણ, કેશોદ, જુનાગઢ, મેંદરડા, માળીયા હાટીના, ઉમરાળા, ગારીયાધાર, ઘોઘા, ભાવનગર, સિંહોર, કાલાવાડમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

આ પણ જુઓ : આ રીતે ગુજરાતીઓ ઉજવે છે રક્ષાબંધનનું પર્વ

રાજકોટમાં પણ આજે સવારથી હળવો-ભારે વરસાદ વરસી રહયો છે. કયારેક અચાનક ધોધમાર વરસાદ વરસી જાય છે તો થોડીવારમાં વાદળીયુ વાતાવરણ છવાઇ જાય છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ દિવસ દરમિયાન વરસ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK