પીક અવર્સમાં વકીલોને સબર્બન ટ્રેનોમાં પ્રવાસની છૂટ આપવા બાબતે આ અઠવાડિયામાં નિર્ણય લેવાશે, એવી માહિતી મહારાષ્ટ્ર સરકારે મુંબઈ વડી અદાલતને આપી હતી. મુંબઈના વકીલો અને તેમના કારકુનોને પીક અવર્સમાં લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવાની છૂટની માગણી કરતી કેટલીક અરજીઓની સુનાવણી દરમ્યાન એડ્વોકેટ જનરલ આશુતોષ કુંભકોણીએ મુખ્ય ન્યાયમૂર્તિ દીપંકર દત્તા અને ન્યાયમૂર્તિ જી. એસ. કુલકર્ણીની ડિવિઝન બેન્ચને ઉપરોક્ત માહિતી આપી હતી. લૉકડાઉનમાં વકીલોને તેમની કચેરીઓ અને અદાલતોમાં અવરજવર માટે સવારે ૮.૦૦ વાગ્યા પહેલાં અને ૧૧.૦૦ વાગ્યા પછી સબર્બન ટ્રેનોના ઉપયોગની છૂટ આપવામાં આવી હતી.
ટ્રાફિકનો દંડ નહીં ભર્યો હોય તો લાઇસન્સ ગુમાવવું પડશે
21st January, 2021 09:44 ISTલોકલ શરૂ કરવા રેલવે રેડી, પણ સરકારના ગ્રીન સિગ્નલની રાહ
21st January, 2021 09:39 ISTલાઇટ બિલ ભરવાના અલ્ટિમેટમની ખિલાફ લોકો લડી લેવાના મૂડમાં
21st January, 2021 09:35 ISTઅબુ ધાબીમાં ૩.૨ કરોડ સોલાર પેનલ સાથે સૌથી મોટો સિંગલ-સાઇટ સોલાર પ્લાન્ટ
21st January, 2021 09:19 IST