શહેરનાં તમામ ૯૩ પોલીસ-સ્ટેશનમાં સાઇબર સેલ શરૂ થશે : રાકેશ મારિયા

Published: 23rd November, 2014 05:19 IST

મુંબઈ પોલીસ એનાં તમામ ૯૩ પોલીસ-સ્ટેશનમાં સાઇબર ક્રાઇમને પકડી પાડવા એક વિશેષ સેલ સ્થાપશે.ચાલુ વર્ષે શહેરમાં સાઇબર ક્રાઇમમાં ગયા વર્ષની સરખામણીએ ૨૦૭ ટકાનો વધારો નોંધાયો છે. આ સાઇબર પોલીસોને લૅપટૉપ, ઇન્ટરનેટ કનેક્શન અને અન્ય ઉપકરણો આપવામાં આવશે. પોલીસ-કમિશનર રાકેશ મારિયાએ આ વિશે વધુ પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે ‘શહેરના દરેક પોલીસ-સ્ટેશનમાંં જુદો સાઇબર સેલ હશે. આ ટીમમાં એક સબ-ઇન્સ્પેક્ટર હશે જેને બે કે ત્રણ કૉન્સ્ટેબલો મદદ કરશે. જોકે તપાસ-અધિકારી ઇન્સ્પેક્ટરની રૅન્કનો હશે.’

આ સાઇબર સેલ ૧૫ દિવસમાં કાર્યરત થઈ જશે. સાઇબર સેલનું સંચાલન કરવા કમ્પ્યુટર ટેક્નૉલૉજીમાં રસ ધરાવતા પોલીસોને જરૂરી પ્રશિક્ષણ પણ આપવામાં આવશે. સાથે જ તેમને કોર્ટમાં રજૂ થઈ શકે એવા ટેક્નિકલ પુરાવાઓ ભેગા કરવાનું પ્રશિક્ષણ પણ આપવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK