કફ પરેડના દરિયામાં આત્મહત્યા કરવા પડેલા યુવાનને કફ પરેડ પોલીસે સ્થાનિક માછીમારની બોટમાં જઈ બચાવી લેવાની ઘટના ગઈકાલે સવારે બની હતી.
આ વિશે માહિતી આપતા કફ પરેડ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રાજ કુમાર ડોંગરેએ મિડ-ડે ને કહ્યું હતું કે ‘ કોઇ રાહદારીએ એનસીપીએની પાસેના દરિયામાં કોઇને ડૂબતા જોઈ મુંબઈ પોલીસને ફોન કર્યો હતો. જેમની જાણ તરતજ અમને કરાઈ હતી. એથી અમારે ટીમ ઘટનાસ્થળે પહોંચી હતા. પણ એનસીપીએ પાસે કોઇ માછીમારની બોટ કે હોડકું લાંગરેલા હોતા નથી એથી અમારી ટીમ બધવાર પાર્ક સામેના માછીમાર વિસ્તારમાં ગઈ હતી. ત્યાંથી તેઓ બોટમાં એનસીપીએ પાસે આવ્યા હતા અને એ વ્યક્તિને બચાવી લેવાઈ હતી. એ પુરુષને તરતા આવડતું હતું એ આત્મહત્યા કરવા પડ્યો હતો પણ ડુબી નહોતો રહ્યો ડુબવાની કોશિશ કરતો હતો. અમે તેને કેટલાક સવાલો કર્યા પણ તેણે એ વિશે કોઇ જવાબ આપ્યા નહોતા. તે શૉકમાં હોય તેવું લાગ્યું. એથી તેને સારવાર માટે જીટી હોસ્પિટલ મોકલી દેવાયો હતો.
Palghar Mob Lynching Case: મૉબ લિન્ચિંગ કેસમાં 89 આરોપીઓને મળ્યા જામીન
16th January, 2021 17:26 ISTમુંબઈ સેન્ટ્રલ સ્ટેશનનું નામ જેમના નામ પરથી હવે ઓળખાશે એ નાના શંકરશેટ વિશે તમે શું જાણો છો?
16th January, 2021 15:43 ISTબેકારીનો સામનો કરી રહેલા ગુજરાતી પરિવારને અકસ્માત નડતાં સારવાર માટે આર્થિક કટોકટી
16th January, 2021 10:57 ISTધનંજય મુંડેની ઘાત ગઈ?
16th January, 2021 10:53 IST