નાગપુર : વર્ધામાં કૉલેજની શિક્ષિકાને પેટ્રોલ છાંટીને સળગાવી મૂકી

Published: Feb 04, 2020, 11:00 IST | Nagpur

મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં એક કૉલેજમાં વિદ્યાર્થીઓને ભણાવનારી ૨૫ વર્ષીય યુવતીને તેનો પીછો કરનારા યુવકે સોમવારે સવારે સળગાવી મૂકી હતી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં એક કૉલેજમાં વિદ્યાર્થીઓને ભણાવનારી ૨૫ વર્ષીય યુવતીને તેનો પીછો કરનારા યુવકે સોમવારે સવારે સળગાવી મૂકી હતી.

વર્ધાના દરોડા ગામની રહેવાસી અંકિતા પિસુદ્દે નામની પીડિતા ૪૦ ટકા દાઝી ગઈ છે અને શ્વાસોચ્છવાસને લગતી ઈજાઓ થઈ છે. તેને નાગપુરની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તે મોત સામે ઝઝૂમી રહી છે.

આરોપી વિકેશ નાગરાલે (૨૭) બે વર્ષ પહેલાં સુધી પીડિતાનો મિત્ર હતો અને બે વર્ષ અગાઉ પીડિતાએ તેની સાથેનો સંબંધ કાપી નાખ્યો હતો. યુવકની ધરપકડ કરવામાં આવી છે.

આ ઘટના સવારે આશરે ૭.૧૫ વાગ્યે બની હતી, જ્યારે યુવતી કૉલેજ જવા માટે વર્ધાના હિંગનાઘાટમાં રાજ્ય પરિવહનની બસમાંથી ઊતરી હતી.

તે સમયે નાગરાલે તેની પાસે આવ્યો હતો, તેના ટૂ-વ્હીલરમાં સાથે લાવેલું પેટ્રોલ પીડિતા પર છાંટ્યું હતું અને આગ ચાંપીને ત્યાંથી નાસી છૂટ્યો હતો, એમ હિંગનાઘાટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સત્યવીર બાંદીવારે જણાવ્યું હતું.

કેટલાક રાહદારીઓએ તેના પર પાણી છાંટ્યું હતું અને તેને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયાં હતાં, જ્યાંથી તેને નાગપુરની ઓરેન્જ સિટી હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી. તે ૪૦ ટકા દાઝી ગઈ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ભાગી છૂટેલા નાગરાલેને તાકલઘાટ ગામથી પકડી લેવાયો હતો. આરોપી બે વર્ષ પહેલાં સુધી પીડિતાનો મિત્ર હતો, પરંતુ તેના વિવેકહીન વર્તનને કારણે પીડિતાએ તેની સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK