મુંબઈ: મોટી કંપનીની મૅનેજર પર બળાત્કાર કરનાર મિલિટરીમૅન સામે ફરિયાદ

Published: Jul 24, 2020, 11:35 IST | Mumbai correspondent | Mumbai

નવી મુંબઈમાં ઘણસોલી વિસ્તારમાં રહેતી અને એક મોટી કંપનીમાં મૅનેજર તરીકે કાર્યરત મહિલાની મૅટ્રિમોનિયલ સાઇટ પર એક મિલિટરીમૅન સાથે લગ્ન માટે ઓળખાણ થઈ હતી. મિલિટરીમૅન થોડા સમય પહેલાં મુંબઈ આવ્યો ત્યારે તેણે મહિલા પર બળાત્કાર કર્યો હોવાનો દાવો મહિલાએ કર્યો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈમાં ઘણસોલી વિસ્તારમાં રહેતી અને એક મોટી કંપનીમાં મૅનેજર તરીકે કાર્યરત મહિલાની મૅટ્રિમોનિયલ સાઇટ પર એક મિલિટરીમૅન સાથે લગ્ન માટે ઓળખાણ થઈ હતી. મિલિટરીમૅન થોડા સમય પહેલાં મુંબઈ આવ્યો ત્યારે તેણે મહિલા પર બળાત્કાર કર્યો હોવાનો દાવો મહિલાએ કર્યો હતો. જોકે હાલમાં કોપરખૈરણે પોલીસે મિલિટરીમૅન સામે બળાત્કારનો ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

મૅટ્રિમોનિયલ વેબસાઇટ પર લગ્નની ઇચ્છા ધરાવતી ૨૮ વર્ષની મહિલા જે એક મોટી કંપનીમાં મૅનેજરની પોસ્ટ ધરાવે છે. તેણે પોતાનો પ્રોફાઇલ પોસ્ટ કર્યો હતો. એ પોસ્ટના આધારે મુંબઈની બહાર રહેતા અને ઇન્ડિયન આર્મીમાં કાર્યરત ૩૩ વર્ષના મેજરે તેનો લગ્ન માટે સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ મહિલા તેને મળવા માટે તૈયાર થઈ હતી. મુંબઈમાં આવી મિલિટરીમૅને મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો, જેની ફરિયાદ મહિલાએ કોપરખૈરણે પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

આ પણ વાંચો : બોલો, ઍન્ટિજન ટેસ્ટમાં નેગેટિવ બે દર્દીઓ પછી થયા પૉઝિટિવ

કોપરખૈરણે પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ અધિકારી સૂર્યકાંત જગદાળેએ જણાવ્યું હતું કે ‘મહિલાની ફરિયાદના આધારે મુંબઈની બહાર રહેતા મિલિટરીમૅન સામે ફરિયાદ નોંધવામાં આવી છે. હાલમાં તેની ઓળખ અમે આપવાથી તે ભાગી જવાની શક્યતા છે. તેની ડ્યુટી મુંબઈથી બહાર એક બૉર્ડર પર છે. જલદી જ તેની ધરપકડ કરી મહિલાને ઇન્સાફ આપવામાં આવશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK