મલાડ ઈસ્ટમાં એક બાઇકચોરીની ઘટના બની હતી. જેની ફરિયાદ કુરાર પોલીસ સ્ટેશનમાં નોંધી તપાસ હાથ ધરતા નાલાસોપારામાંથી પોલીસે બે ભાઈઓની ધરપકડ કરી હતી. બાઇકચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ દંગ રહી ગઈ હતી. ગુનો કબૂલ કરી આરોપીઓએ કહ્યું હતું કે મોટા ભાઈની પ્રેમિકાને બાઇક જોઈતી હોવાથી તેણે બાઇક ચોરી કરવા નાના ભાઈની મદદ લીધી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર મલાડ વિસ્તારમાંથી ૩ જાન્યુઆરીના એક મોટરસાઇકલ ચોરી થવાની ફરિયાદ કુરાર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ઘટનાના સીસીટીવી કૅમેરાના ફુટેજ તપાસ કરતાં બે વ્યક્તિ કારમાં આવી બાઇક ચોરી કરતી પોલીસની નજરે પડી હતી. એ કાર ઓલા કૅબની હોવાનું જાણવા મળતાં તેની તપાસ કરતાં એ કાર નાલાસોપારામાં રહેતા યુવકે બુક કરાવી હોવાનું જાણવા મળ્યું હતું.
જેના આધારે ૨૨ વર્ષના નાલાસોપારાના રહેવાસી પ્રદીપ ઉપાધ્યાય અને ૧૯ વર્ષના સર્વેશ ઉપાધ્યાયની ધરપકડ કરી હતી. કુરાર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેકટર બાબાસાહેબ સાળુંખેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે તપાસમાં તેઓએ કબૂલ કર્યું હતું કે મોટા ભાઈની પ્રેમિકાને બાઇક ગમતી હોવાથી બાઇકચોરીને અંજામ આપ્યો છે. તેઓને કોર્ટમાં હાજર કરાતાં પોલીસ કસ્ટડી અપાઈ છે.
રામ મંદિરના મુદ્દે માલવણીમાં મચમચ
24th January, 2021 11:44 ISTબળાત્કારના ગુનાસર જેલની સજા કાપ્યા બાદ પરોલ પર છૂટેલા યુવકે ફરી એ જ યુવતી પર કર્યો બળાત્કાર
19th January, 2021 08:23 ISTમલાડના કચ્છી યુવકનો રેલવે ટ્રેક પરથી મૃતદેહ મળી આવ્યો
18th January, 2021 09:53 ISTબાળક માટે બેબાકળી બનેલી મહિલાએ બીજાની બાળકી ચોરી
9th January, 2021 08:20 IST