Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં કોરોના બ્લાસ્ટ : 24 કલાકમાં સૌથી વધુ 510 કેસ

ગુજરાતમાં કોરોના બ્લાસ્ટ : 24 કલાકમાં સૌથી વધુ 510 કેસ

06 June, 2020 11:10 AM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

ગુજરાતમાં કોરોના બ્લાસ્ટ : 24 કલાકમાં સૌથી વધુ 510 કેસ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગુજરાતમાં લૉકડાઉન ખુલ્યા બાદ છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળ્યો છે. ગઇ કાલે ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ ૫૧૦ પૉઝિટિવ કેસ નોંધાયા હતા. એટલું જ નહી પરંતુ ૩૫ દરદીઓના મૃત્યુ થયા હતા. અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાના કુલ પૉઝિટિવ કેસનો આંકડો ૧૯,૧૧૯ને પાર થયો છે.

ગુજરાતના આરોગ્ય વિભાગે ગઇકાલે કોરોનાની આંકડાકીય વિગતો જાહેર કરી હતી તે મુજબ રાજ્યમાં આજે ૫૧૦ નવા દરદીઓ નોંધાયા છે અને ૩૪૪ દરદીઓ સાજા થઇને ઘરે ગયા છે જ્યારે રાજયમાં ૩૫ દરદીઓના કોરોનાના કારણે દુઃખદ નિધન થયા છે.



ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં લૉકડાઉન ખુલ્લા બાદ તા.૧ જુનથી કોરોનાના કેસોમાં તેમજ કોરોનાના દરદીઓના મૃત્યુમાં વધારો થઇ રહ્યો છે.ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના કુલ ૨,૩૨૫ પૉઝિટિવ કેસ અને ૧૫૨ દરદીઓના મૃત્યુ થયા છે.


અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાના કુલ ૧૯,૧૧૯ પૉઝિટિવ કેસ નોંધાયા છે.જેમાંથી ૪,૯૧૮ એકટીવ કેસ છે. ૧૩,૦૧૧ દરદીઓ સાજા થતા તેમને ડીસ્ચાર્જ કરાયા છે અને કુલ ૧૧૯૦ દરદીઓના મૃત્યુ નોંધાયા છે.

અમદાવાદ શહેરમાં ગઇકાલે કોરોનાના વધુ ૨૯૯ કેસ નોંધાયા હતા અને ૨૭ દરદીઓના મૃત્યુ થયા હતા. અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ ૧૩,૩૫૪ કેસ થયા છે જયારે ૯૫૦ દરદીઓના અત્યાર સુધીમાં મૃત્યુ થયા છે.


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2020 11:10 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK