મુંબઈની શાન ગણાતી 'ડબાવાળા' ઓની ટિફિન સર્વિસ 31 માર્ચ સુધી બંધ

Updated: Mar 19, 2020, 16:23 IST | IANS | Mumbai

કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે ડબાવાળાઓનો સ્વૈચ્છિક નિર્ણય

મુંબઈના ડબાવાળાઓની ફાઈલ તસવીર
મુંબઈના ડબાવાળાઓની ફાઈલ તસવીર

મુંબઈ ડબાવાળા અસોસિએશનના પ્રવક્તા સુભાસ તલેકરે આજે જણાવ્યું હતું કે, 'કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે રાજ્ય સરકારે આપેલા આદેશોને ધ્યાનમાં રાખીને અમે આવતીકાલ શુક્રવાર (20 માર્ચ) થી 31 માર્ચ સુધી અમારી સેવા બંધ રાખવાનો નિર્ણય લીધો છે. પહેલી એપ્રિલથી અમે ફરીથી સેવા ચાલુ કરીશું.' ડબાવાળાઓએ શહેરના હિત માટે સ્વૈચ્છિક રીતે સેવા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

ઓફિસ અને કોલેજ જતા લગભગ બે લાખ લોકોને 5,000 ડબાવાળા દરરોજ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ટિફિન પહોચાડે છે. વર્ષમાં તેઓ ફક્ત દસ જ દિવસ યાત્રા માટે રજા પાડે છે. બાકી સતત કામ કરતા હોય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK