કોરોના વાઈરસ અપડેટ: ઉત્તર મુંબઈમાં સૌથી વધારે એક્ટિવ કેસ

Published: Jul 18, 2020, 06:50 IST | Prajakta Kasale | Mumbai

વિવિધ નિયંત્રણો વચ્ચે મલાડમાં ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

રોગચાળાનો પ્રસાર રોકવા માટે લૉકડાઉન હેઠળ કડક નિયંત્રણો અમલમાં હોવા છતાં ઉત્તર મુંબઈમાં કોરોના ઇન્ફેક્શનના પૉઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. આદેશો અપાઈ રહ્યા છે? ઉત્તર મુંબઈમાં એક્ટિવ કેસની સંખ્યા ૨૧ જૂને ૫૮૭૬ હતી એ ૧૫ જુલાઈએ વધીને ૬૦૮૪ ઉપર પહોંચી હતી. જોકે ડબલિંગ રેટ ૨૫ દિવસથી આગળ વધીને ૪૧ દિવસ પર પહોંચ્યો એ રાહતનો વિષય છે.

મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે શહેરના અન્ય ભાગોમાં એક્ટિવ કેસની સંખ્યા નોંધપાત્ર પ્રમાણમાં ઘટી હોવાને કારણે ઉત્તર મુંબઈનો આંકડો સૌથી વધારે દેખાઈ રહ્યો છે. ૨૧ જૂને શહેરના કોરોના ઇન્ફેક્શનના એક્ટિવ કેસમાં ઉત્તર મુંબઈના એક્ટિવ કેસનું પ્રમાણ ૨૦ ટકા હતું એ પ્રમાણ ૧૫ જુલાઈએ ૨૭ ટકા પર પહોંચ્યું હતું. ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને સારવારની સગવડોમાં વધારા અને સુધારા કર્યા છતાં આંકડા અંકુશમાં આવતા નહીં હોવાનું મહાનગરપાલિકાના અધિકારીઓએ નોંધ્યું છે.

ઉત્તર મુંબઈના દહિસરથી કાંદિવલી વચ્ચેના ભાગમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા ત્રણ અઠવાડિયાં પહેલાં ૯૯ હતી એમાં પછીથી ૨૯ ઉમેરાતાં આંકડો ૧૨૮ ઉપર પહોંચ્યો હતો, પરંતુ ૪૫ કન્ટેનમેન્ટ ઝોનમાં નવો એક પણ કેસ નહીં નોંધાવાને કારણે હવે આંકડો ૮૩ ઉપર પહોંચ્યો છે. રેસિડેન્શિયલ બિલ્ડિંગ્સમાં કેસનો આંકડો નોંધપાત્ર પ્રમાણમાં વધ્યો છે. સીલ કરવામાં આવેલા બિલ્ડિંગ્સની સંખ્યા ૨૧ જૂને ૧૯૬૭ હતી એ ૧૫ જુલાઈએ ૪૨૬૭ ઉપર પહોંચી હતી. એ ૪૦૦૦થી વધારે બિલ્ડિંગ્સમાંથી હાલમાં ૧૫૫૩ બિલ્ડિંગ્સ સીલ કરેલાં છે.

કુલ કેસની સંખ્યા (ડબલિંગ રેટ દિવસોમાં)

ઉપનગરનું નામ          જૂન ૨૧                            જુલાઈ ૧૫
ગોરેગામ            ૨૦૫૪ (૩૬)                      ૨૯૭૨(૫૯)
મલાડ                  ૩૭૨૦ (૨૨)                      ૬૦૧૨(૪૪)
કાંદિવલી              ૨૨૭૭ (૨૬)                     ૩૯૮૧ (૩૫)
બોરીવલી               ૨૦૪૫  (૧૯)                     ૪૦૮૭(૨૭)
દહિસર                ૧૩૮૫  (૨૧)                      ૨૨૮૩(૪૦)
કુલ                   ૧૧,૪૮૧  (૨૪.૮)                ૧૯,૩૩૫(૪૧)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK