ભારતમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા ૪૫ લાખના આંકડાને વટાવી ગઈ છે ત્યાં મધ્ય પ્રદેશના ભોપાલ શહેરમાં કેટલાક યુવાનોએ સોશ્યલ ડિસ્ટન્સની ઐસી કી તૈસી કરી વગર માસ્ક પહેરે ગો કોરોના ગો પાર્ટી કરી હતી. આ પાર્ટી ભોપાલમાં આવેલા હલાલી ડેમ ખાતે કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મીડિયા પર આ પાર્ટીનો એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં હજારો યુવકો માસ્ક પહેર્યા વગર પાર્ટી કરતા જોવા મળી રહ્યા છે, જેમાં સોશ્યલ ડિસ્ટન્સનું નામોનિશાન નથી દેખાતું. સાથે સાથે યુવાઓ પાણીમાં મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાની સંખ્યા દિવસે ને દિવસે સતત વધી રહી છે એવામાં આ પ્રકારની ઘટના સરકાર દ્વારા લેવામાં આવતા સુરક્ષાના પગલાં સામે સવાલો ઉભા કરી રહી છે.
બર્ડ ફ્લૂનો આતંક : મધ્ય પ્રદેશના 41 જિલ્લામાં 1500 પક્ષીઓનાં મોત
13th January, 2021 07:21 ISTભોપાલમાં ધોતી-મુંડુ પહેરીને પંડિતો રમ્યા ક્રિકેટ, મૅચની કૉમેન્ટરી આપી સંસ્કૃતમાં
13th January, 2021 05:31 ISTભોપાલમાં કોવૅક્સિનની ટ્રાયલ્સ રોકવાની સામાજિક સંસ્થાઓની માગણી
11th January, 2021 14:29 ISTકમલનાથે બીજેપી મહિલા નેતાને આઇટમ કહેતાં વિવાદ : મુખ્ય પ્રધાન ધરણાં પર બેઠાં
20th October, 2020 14:01 IST