Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં કોરોનાની સેકન્ડ વેવનો ડર : 45 દિવસ હાઈ અલર્ટ

મુંબઈમાં કોરોનાની સેકન્ડ વેવનો ડર : 45 દિવસ હાઈ અલર્ટ

19 November, 2020 08:01 AM IST | Mumbai
Prajakta Kasale | prajakta.kasale@mid-day.com

મુંબઈમાં કોરોનાની સેકન્ડ વેવનો ડર : 45 દિવસ હાઈ અલર્ટ

કોરોના ટેસ્ટ

કોરોના ટેસ્ટ


તહેવારની સીઝન હવે પૂરી થવા આવી છે ત્યારે કોરોનાની સ્થિતિ કાબૂમાં રહે એ માટે મુંબઈ સુધરાઈએ કમર કસી છે. તેથી અગાઉ ૧૮ સપ્ટેમ્બરે થયેલી પરિસ્થિતિનું પુનરાવર્તન ટાળી શકાય. એ સમયે ઍક્ટિવ પેશન્ટની સંખ્યા ૩૪,૧૩૬ હતી, જે અત્યાર સુધીની સૌથી વધુ છે. કોવિડ કૅર સેન્ટર અને હૉસ્પિટલોને પણ સુધરાઈએ સજાગ રાખ્યાં છે એટલું જ નહીં, કોરોનાના કેસ પર કાબૂ પર નિયંત્રણ માટે ટેસ્ટિંગની સંખ્યા વધારી છે અને જનરલ ડૉક્ટરોને પણ તમામ માહિતીઓ આપવા જણાવ્યું છે. કોરોનાની બીજી લહેર ન આવે એ માટે ૪૫ દિવસ સુધી શહેરમાં હાઈ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો કેસની સંખ્યા વધી જાય તો એવા સંજોગોમાં અધિકારીઓ અને કામદારોને પણ તૈયાર રહેવા જણાવાયું છે.

હાલ કોવિડ-ટેસ્ટ દરમ્યાન પૉઝિટિવ આવવાનો દર ૧૦ ટકા કરતાં પણ ઓછો ગયો છે તેમ છતાં તહેવારો દરમ્યાન લોકોના સંપર્કમાં આવનારા દુકાનદારો, ફેરિયાઓ, બસ-કન્ડક્ટરોની ટેસ્ટની સંખ્યા વધારી છે. સુધરાઈ પાસે હાલ ૧૩,૨૮૮ ક્વૉરન્ટીન બેડ સાથે ૨૯ કોવિડ કૅર સેન્ટર તેમ જ સામાન્ય લક્ષણો ધરાવતા પેશન્ટો માટે ૩૨૪૨ બેડ સાથેનાં ૨૪ કોવિડ કૅર સેન્ટર છે. બે દવસમાં શરૂ કરી શકાય એવા અનુક્રમે ૨૧ અને ૧૪ કોવિડ કૅર સેન્ટરો પણ છે.



નામ ન જણાવવાની શરતે સુધરાઈના એક અધિકારીએ કહ્યું હતું કે ‘કોઈ વિસ્તારમાં કેટલા દરદીઓ જનરલ ડૉક્ટરને સંક્રમણની તકલીફ સાથે મળ્યા એ ખબર હોય છે. તેથી તમામ ડૉક્ટરોનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.’


દિલ્હીમાં કેસ વધી રહ્યા છે. સામાન્ય સંજોગોમાં સંક્રમણ ૧૪ દિવસમાં વધે છે, પરંતુ અમે સાવચેતીના ભાગરૂપે શહેરને ૪૫ દિવસ સુધી અલર્ટ રાખ્યું છે.
- સુરેશ કાકાણી, બીએમસીના ઍડિશનલ કમિશનર


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2020 08:01 AM IST | Mumbai | Prajakta Kasale

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK