ફેસમાસ્ક ન પહેરનારાઓ પાસેથી 27 લાખથી વધુનો દંડ વસૂલાયો

Published: Sep 05, 2020, 13:27 IST | Mumbai correspondent | Mumbai

જાહેરમાં ચહેરા પર માસ્ક પહેરવાના ફરજિયાત ધોરણનો ભંગ કરનારા લોકો પર કડક કાર્યવાહી કરતાં બીએમસીએ માત્ર પાંચ મહિનામાં ઉલ્લંઘન કરનારાઓ પાસેથી ૨૭.૪૮ લાખ રૂપિયા ફાઇનરૂપે એકત્રિત કર્યા છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

જાહેરમાં ચહેરા પર માસ્ક પહેરવાના ફરજિયાત ધોરણનો ભંગ કરનારા લોકો પર કડક કાર્યવાહી કરતાં બીએમસીએ માત્ર પાંચ મહિનામાં ઉલ્લંઘન કરનારાઓ પાસેથી ૨૭.૪૮ લાખ રૂપિયા ફાઇનરૂપે એકત્રિત કર્યા છે. બીએમસીએ માસ્ક વિના ફરતા લોકોને પકડ્યા હતા અને તેઓ પાસેથી દંડાત્મક કાર્યવાહી તરીકે ૧૦૦૦ રૂપિયાનો દંડ વસુલ કર્યો હતો.

આ વર્ષે ૧ એપ્રિલે ફેસમાસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું, ત્યારે બીએમસીએ ૯ એપ્રિલે એક સત્તાવાર આદેશ આપ્યો હતો જેમાં જણાવાયું છે કે ફેસમાસ્ક વિના જાહેર સ્થળોએ મળનારાઓને ૧,૦૦૦ રૂપિયાનો ફાઇન કરવામાં આવશે. બીએમસીના એક અહેવાલ મુજબ ૯ એપ્રિલથી ૩૧ ઑગસ્ટની વચ્ચે માસ્ક પહેર્યા વિના જાહેર સ્થળોએ મળી આવેલા ૨૭૯૮ નાગરિકો પાસેથી કુલ ૨૭,૪૮,૭૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

સૌથી વધુ ૫.૦૪ લાખનો દંડ કે-વેસ્ટ (અંધેરી ડબલ્યુ, જુહુ)માંથી વસૂલવામાં આવ્યો હતો, ત્યારબાદ આર-સાઉથ (કાંદિવલી) વોર્ડમાં રૂ ૪.૨૧ લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો અને સી વોર્ડ (ચર્ની રોડ)માથી ૪.૦૯ લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK